મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાને વોટ્સેપમાં આવેલ મેસેજ ઓપન કરતાની સાથે જ બેંકમાંથી 5.50 લાખ ઉપાડી ગયા !


SHARE









મોરબીમાં મહિલાને વોટ્સેપમાં આવેલ મેસેજ ઓપન કરતાની સાથે જ બેંકમાંથી 5.50 લાખ ઉપાડી ગયા !

મોરબીના રવાપર ગામે રહેતી મહિલાના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબર ઉપરથી ઈન્ડુસન બેંકનો મેસેજ આવ્યો હતો અને તે મેસેજ ઓપન કરતાની સાથે જ તે મહિલાનો મોબાઈલ હેક થઈ ગયો હતો ત્યારબાદ તેના બેન્ક એકાઉન્ટમાંથી જુદા જુદા બેંકના એકાઉન્ટમાં કુલ મળીને 5.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરીને ઉપાડી લેવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલ મહિલાએ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદીજુદી બેન્કના ચાર એકાઉન્ટ ધારકોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ કોયલી કૃષ્ણનગરના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના રવાપર ગામે આવેલ રવાપર રેસીડેન્સીના મધર પાર્કમાં દેવદીપ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 302 ખાતે રહેતા રસીલાબેન સતિષભાઈ પનારા (37)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જુદી જુદી બેંકના કુલ ચાર એકાઉન્ટના ધારકોની સામે ઓનલાઈન ફ્રોડની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓ ગત તા. 8/4 ના રોજ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબરમાંથી ઇન્ડુસન બેંકનો એક મેસેજ આવ્યો હતો અને તે બેંકમાં તેઓનું એકાઉન્ટ છે જેમાં બચતના 5.51 લાખ રૂપિયા પડ્યા હતા જેથી ફરિયાદી મેસેજને ઓપન કર્યો હતો અને ત્યાર બાદ તુરતજ ફરિયાદી મહિલાનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને વ્હોટ્સએપ બંધ થઈ ગયું હતું અને વ્હોટ્સએપને અનઇન્સ્ટોલ કરીને બીજીવાર ડાઉનલોડ કરતા 24 કલાકનો સમય લાગશે તેવો મેસેજ આવ્યો હતો અને ઈન્ડુસન બેન્કનો જે મેસેજ આવ્યો હતો તે ભોગ બનેલ મહિલાએ તેના જેઠ ભાવેશભાઈ ધીરજભાઈ પનારાને બતાવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, “ તમારા બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉડી ગયેલ છે” જેથી મહિલા તેના સસરા સાથે બીજા દિવસે બેંક ખાતે ગઈ હતી અને ત્યાં જઈને ચેક કરાવતા તેઓના બેન્ક એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા બંધન બેન્ક, દોઢ લાખ રૂપિયા એચડીએફસી બેન્ક, એક લાખ રૂપિયા એનએસડીએલ પેમેન્ટ બેંક તથા એક લાખ રૂપિયા એચએસબીસી બેંકમાં ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું આમ મહિલાના એકાઉન્ટમાંથી 5.50 લાખ રૂપિયા ઉપડી ગયા હોવાથી ભોગ બનેલ મહિલાએ બેન્કમાં અરજી આપી હતી તથા સાઈબરક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ઓનલાઇન અરજી કરવામાં આવેલ હતી. જેથી મહિલાનો મોબાઇલ હેક કરી તેના બેન્ક એકાઉન્ટમાંથી અલગ અલગ બેંકના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે ચારેય બેંકના એકાઉન્ટના ધારકોની સામે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News