મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

માળીયા મીયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છતરની ચોરી


SHARE





માળીયા મીયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છતરની ચોરી

માળીયા મીયાણા તાલુકાના જુના નાના દહીસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાં માતાજી ઉપર રાખવામાં આવેલા ચાંદીના નાના મોટા 13 છતરની ચોરી કરવામાં આવેલ છે જેથી 40 હજાર રૂપિયાની કિંમતના ચાંદીની ચોરી થઈ હોવાની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા ગજેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભાડજા (36) એ અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, જૂના નાના દહીસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને મંદિરમાં માતાજી ઉપર ચઢાવવામાં આવેલા ચાંદીના નાના-મોટા કુલ મળીને 13 છતર જેનો કુલ વજન 400 ગ્રામ થાય છે તે 40,000 ની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો મોદીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News