મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

ટંકારા નજીક કાર ચાલકે અચાનક વળાંક વાળી બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE









ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં

ટંકારા નજીક આવેલ પેટ્રોલ પંપ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ગ્રાન્ડ વીરાટા ગાડી લઈને પસાર થઈ રહેલ શખ્સે તેની ગાડીને વણાંક વાળી લોધો હતો જેથી બાઈક સાથે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ થઈ હતી અને ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે જેથી યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો છે અને ઈજા પામેલ યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા લાલજીભાઈ ગલાભાઈ ચૌહાણ (61)એ હાલમાં મારુતિ કંપનીની ગ્રાન્ડ વીરાટા ગાડી નંબર જીજે 36 એઆર 4869 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેમનો દીકરો નંદકુવર પોતાનું બાઈક નંબર જીજે 36 એઇ 7969 લઈને તેના પત્નીને લેવા માટે તેને પડધરી તાલુકાના ખીજડીયા ગામે જતો હતો તે વખતે ટંકારા પાસે ભારત પેટ્રોલ પંપ નજીકથી ફરિયાદીનો દીકરો બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક તેનું વાહન વળાંક વાળી લીધું હતું જેથી ફરિયાદીના દીકરાના બાઈક સાથે અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરાને માથામાં ઈજા તથા ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News