મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ મોરબી હળવદ રોડ ઉપર કારમાં દારૂની મહેફિલ કરતાં આપના બે આગેવાન દારૂની બેટલો સાથે પકડાયા મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર લોખંડની ખીલી વાળા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય લોરિયાની જામીન અરજી નામંજૂર મોરબીના વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવા કૌભાંડ આરોપી જય દેત્રોજાની ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના સરતાનપર રોડ ઉપર ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે, મતદાનોએ સાવધાન રહેવું જરૂરી
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામ પાસે બોલેરોના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બાળકનું મોત


SHARE













મોરબીના ઘૂટું ગામ પાસે બોલેરોના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બાળકનું મોત

મોરબીના હળવદ રોડે આવેલ ઘૂટું ગામ પાસે બોલેરો ગાડીના ચાલાકે બાળકને હડફેટે લેતા તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બાળકને સારવારમાં ખસેડાયો હતો જો કે, તે બાળકનું મોત નીપજયું હતું અને આકસ્માત બાદ બોલેરો ગાડીનો ચાલક સ્થળ ઉપરથી નાશી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકના માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના ધમાલપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઘુટુ ગામે પંચમુખી હનુમાન મંદિર પાસે રહેતા અને ખેતી કામ કરતા સજનબેન જયસુખભાઈ બાવરવા (35) નામના મહિલાએ બોલેરો ગાડી નંબર જીજે 36 વી 2669 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છેકે, આરોપી પોતાના હવાલા વાળી બોલેરો ગાડી ઇંચી માંડલ ગામથી ઘુટુ તરફ લઈને આવી રહ્યો હતો દરમિયાન તેને બેફિકરાઈથી ગાડી ચલાવી હતી અને ફરિયાદીના દીકરા પૃથ્વીરાજ જયરાજભાઇ બાવરવા (9) ને ઠોકર મારીને અકસ્માત કર્યો હતો જેથી કરીને ફરિયાદીના દીકરાને માથા, કપાળ, શરીર, પગ અને કાનના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને બોલેરો ગાડીના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News