મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે બાઈકની ચોરી


SHARE







મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે બાઈકની ચોરી

મોરબીની રવિવારી બજારમાંથી અને વિદ્યુતનગર વિસ્તારમાં ઘર પાસેથી એક એક બાઈકની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાનોએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (35)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ વરસીંગભાઇ જહાચીયા (26) રહે. જીન પ્લોટ વિસ્તાર હળવદ વાળાની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે મોરબીમાં પાડા પુલ નીચે ભરાતી રવિવારી બજારમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 3 સીએસ 2379 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબીના વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા અમરેન્દ્રભાઈ જોગીભાઈ યાદવ (34)એ અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે તેઓએ પોતાના ઘર પાસે બાઈક નં. જીજે 11 એફએફ 7691 પાર્ક કરીને મૂક્યું હતું જે પંદર હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાળક સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતો સદામહુસેન સિકંદરભાઈ બાવરીયા (9) નામનો બાળકને બાઇકમાં બેસીને કાજરડા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે બાઈકમાંથી પડી ગયો હોવાના કારણે તેને ઈજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ થતાં ઇજા

સુરેન્દ્રનગર જિલ્લાના કુડા ગામના રહેવાસી હરેશભાઈ બાલાભાઈ શેખવા (44) નામનો યુવાન બાઇક લઈને ગામ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે આવી જ રીતે હળવદ તાલુકાના ચાડધ્રા ગામના રહેવાસી વિજયભાઈ રાજેશભાઈ રાણેવાડિયા (20) નામનો યુવાન ખાવડી ગામ પાસે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે તેને ઈજા થઇ હોવાથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News