મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા અજાણ્યા યુવાનનું સારવારમાં મોત


SHARE









મોરબીના સનાળા રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા અજાણ્યા યુવાનનું સારવારમાં મોત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસેથી અજાણ્યા યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જતા દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની એ ડિવિઝન પોલીસે નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસેથી અજાણ્યો 30 વર્ષનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા યુવાનને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ જતા હતા દરમિયાન રસ્તામાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને આ બનાવની તપાસ પી.એસ.આઇ. સી.એસ. સોંદરવા અને તેની ટીમ ચલાવી રહી છે અને મૃતક યુવાનનું નામ ટીટુભાઈ હોવાનું અને તે એમપીનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જોકે મૃતક યુવાનની ચોક્કસ ઓળખ મેળવવા માટે આગળની કાર્યવાહી ચાલી રહી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં મકનસર ગામે ઘર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મધુબેન બાબુભાઈ દેગામા (40) નામની મહિલાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવપાર્કમાં રહેતા મીનાક્ષીબેન કુલદીપભાઈ પરમાર (21) નામના મહિલાને ઘરે હતી ત્યારે રાત્રિના સમયે કોઈ જીવ જંતુ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઈકમાંથી પડી જતાં ઇજા

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા ભાનુબેન મનસુખભાઈ ડાભી (47) નામના મહિલા બાઇકમાં બેસીને જુના ગામમાં વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેને ઈજા થયેલ હતી જેથી તે મહિલાને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News