મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી: ડેસ્ક યોગા, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે યોગ


SHARE







મોરબી: ડેસ્ક યોગા, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે યોગ

ભારતીય સંસ્કૃતિમાં યોગ અને ધ્યાન એ આપણી પુરાતન અને ઋષિ પરંપરાગત સંસ્કૃતિ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. યોગાસન માત્ર શારીરિક કસરત નથી, તે માનસિક અને આત્મિક સુખ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. યોગાસન કરતી વખતે શ્વાસપ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત થતું હોવાથી તણાવ ઘટાડે છે અને  માનસિક શાંતિ મળે છે.

આજના સમયે આપણી જીવનની શૈલીમાં પરિવર્તન આવ્યું છે અને આ પરિવર્તનની સાથે સ્થૂળતા, મેદસ્વિતા અને આળસના કારણે આપણું શરીર અનેક રોગનું ઘર બન્યું છે. ત્યારે યોગ આવી અનેક સમસ્યાઓના સમાધાન તરીકે વિશિષ્ટ ભૂમિકા ભજવે છે યોગાસનો થકી ચિંતાનો નાશ થાય છે અને એકાગ્રતા વધે છે. મોડું સુવું-જાગવું, ખોટી આહારશૈલી વગેરેથી થતી અસંખ્ય તકલીફો યોગાસનથી દૂર કરી શકાય છે. ખાસ કરીને ઓફિસમાં બેઠાડું જીવન અને તણાવના કારણે યોગાસન ખૂબ જરૂરી છે. જે માટે 'ચેર યોગા' કે 'ડેસ્ક યોગા'ની પ્રણાલીને અનુસરી ઓફિસમાં અંતરાલ સમયમાં યોગા અભ્યાસની સરળ સૂક્ષ્મ ક્રિયાઓ અને મુદ્રાઓ થકી ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતી પીઠ, ઘૂંટણ, કંધાની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.

આગામી ૨૧ જૂને ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં ઉર્જાભેર ઉજવણી કરવામાં આવનાર છે. ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોગ ફોર વન અર્થ, વન હેલ્થની થીમ પર ઉજવવામાં આવનાર છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રમાણિક ઓફિસમાં અંતરાલ સમયમાં કરી શકાય તેવી યોગિક ક્રિયાઓ સૂક્ષ્મ ક્રિયાઓ અને યોગાસનો વિશે વિસ્તૃત વાત કરીએ, જે યોગાસનો ઓફિસની જગ્યામાં આરામથી થઈ શકશે અને તેના લાભ પણ જબરદસ્ત મળશે.

ગરદનની સૂક્ષ્મ ક્રિયા, હાથની સુક્ષ્મ ક્રિયા, ખભાની સૂક્ષ્મ ક્રિયા, કમરની સૂક્ષ્મ ક્રિયા, તાડાસન (બેસીને), અર્ધ ચક્રાસન (બેસીને), પાદ હસ્તાસન(બેસીને વિગેરે ઓફિસમાં બેસીને કરી શકાય તેવા આસનો છે જો કે, આસનો અને સુક્ષ્મ ક્રિયા કરતી વખતે નિષ્ણાંતોની સલાહ લીધા બાદ તે કરવા જોઈએ અને કમર દર્દ, હૃદય સંબંધી બીમારી હોય તો પૂરેપૂરું માર્ગદર્શન મેળવી સુક્ષ્મ ક્રિયાઓ અને આસનો કરવા જોઈએ.






Latest News