મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા


SHARE









મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા

મોરબીમાં રહેતા વેપારી યુવાનને ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડી.ટી. ડોલરમાં રોકાણ કરીને રૂપિયા વધુ કમાવવા માટેની લાલચ આપવામાં આવી હતી અને ત્યાર બાદ યુવાને રોકાણ કરેલા રૂપિયા તેને પાછા આપવામાં આવ્યા ન હતા જેથી યુવાને મોરબી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 1.51 કરોડથી વધુનું ફ્રોડ થયું હોવાની ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે દહેરાદુન તથા દિલ્હી ખાતેથી વધુ ત્રણ આરોપીઓને પકડીને તેને રિમાન્ડ ઉપર લીધેલ છે.

મોરબી જીલ્લામાં સાયબર ફોડના બનાવ બને તો ભોગ બનેલા લોકોની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ કરે છે તેવી જ રીતે મોરબીમાં રહેતા યુવાનને ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડી.ટી. ડોલરમાં રોકાણ કરીને રૂપિયા કમાવવા માટેની લાલચ આપવામાં આવી હતી અને ત્યાર બાદ નૈમિશભાઇ કનૈયાલાલ પંડિત નામના વેપારીને તેણે રોકાણ કરેલ રૂપિયા પાછા આપવામાં આવેલ ન હતા જેથી તેણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હતી જે ગુનાની તપાસ પીઆઇ કે.કે. દરબાર તથા તેની ટિમ કરી રહી છે તેવામાં જુદીજુદી બેન્કના એકાઉન્ટમાં કુલ મળીને 1,51,02,500 રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે આરોપીઓએ મેળવી લીધા હતા જે ગુનામાં પોલીસે અગાઉ ત્રણ આરોપીઓને પકડી લીધા હતા અને હાલમાં વધુ ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે.

જેની પીઆઇ કે.કે. દરબાર પાસેથી મળતી માહિતી મુજબ ફ્રોડ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેકશન ચેક કરવામાં આવ્યા હતા અને ઉતરાખડ રાજયના દેહરાદુન શહેર ખાતે આવેલ આઈ.ડી.એફ.સી. બેંકનું એકાઉન્ટ ઉપયોગ થયેલ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે એકાઉન્ટ ધારક તથા તે એકાઉન્ટને કોણ ઓપરેટ કરે છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી અને બેન્ક એકાઉન્ટની કીટ દહેરાદુન ખાતેથી દિલ્હી મોકલવામાં આવેલ હતી જેથી બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી ફ્રોડ કરનારને પકડવા માટે સાઇબર ક્રાઇમ પોલીસની ટીમ દહેરાદુન પહોચી હતી અને ત્યાંથી બે અને દિલ્હીથી એક આરોપીને પકડવામાં આવેલ છે.

જે આરોપીઓને પકડવામાં આવેલ છે તેમાં ગીત ગુરજીતસીંગ ગરેવાલ (31), વિકાસ જગદીશપ્રસાદ પંચાલ (40) અને ગૌરવ ઇન્સ્પેકટર સૈની (29) રહે. બધા જ સહારનપુર ઉતરપ્રદેશ વાળાનો સમાવેશ થાય છે અને ગીત અને વિકાસ કમિશન માટે જુદાજુદા બેન્ક એકાઉન્ટ મેળવીને  ભારતના અન્ય રાજ્યમાં બેઠેલા મુખ્ય સુત્રધારને પહોંચાડી આપતા હતા અને આરોપી ગૌરવે પોતાના નામે પેઢી બનાવીને પેઢીના નામનું બેન્ક એકાઉન્ટ ખોલવ્યું હતું અને ગીત તથા વિકાસને તે કમીશન લઈને આપ્યું હતું. હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી 1.60 લાખનો રોકડ રિકવર કરેલ છે અને જુદીજુદી બેન્કના ચેક, એટીએમ કાર્ડ, પાસ બુક વિગેરે કબ્જે કરેલ છે અને ત્રણેય આરોપીઓને ક્રોર્ટમાં રજૂ કરીને હાલમાં રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે.




Latest News