મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો


SHARE















મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

ટંકારાના સજનપર ગામે આવેલ પીએમ શ્રી સજનપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા તેમજ ગાંધીનગરથી હાયર એજ્યુકેશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર બી.એચ. વાઢેર, સરપંચ વિનોદભાઈ સીણોજિયા સહિતના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ તકે જુદીજુદી સ્પર્ધામાં વિજેતા બનેલા તેમજ ધો. 3 થી 8 મા ગત વર્ષમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ બાળકોને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ વિનોદભાઈ સિણોજીયા અને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને તેઓના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

ખારી ત્રાજપર પ્રાથમિક શાળા

મોરબીની ખારી ત્રાજપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે મોરબી આઇટીઆઇના આચાર્ય જયેશભાઈ હળવદિયા સીઆરસી રમેશભાઈ હુંબલ, કુંવારીયા ચંદુભાઈ, માજી સરપંચ અશોકભાઈ વારાણીયા સહિતના હાજર રહ્યા હતા અને આંગણવાડીના 21, બાલવાટિકાના 33 અને ધો. 1 માં 52 વિધાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

રવાપર નદી-ભક્તિનગર

રવાપર નદી અને ભક્તિનગર બંને શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીના અધ્યક્ષતામાં રવાપર નદી પ્રાથમિક  શાળામાં  કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરપંચ સહિતના હાજર રહ્યા હતા. અને પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો, તેમજ અન્ય વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળા આચાર્ય જયંતિલાલ કુંડારિયાએ કર્યું હતું. અને ત્યારે ગ્રામજનો તરફથી 1 લાખ રૂપિયાની વસ્તુઓ શાળાને અર્પણ કરવામાં આવી હતી. આ તકે રોટરી ગ્રામ પ્રા. શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવા ખાસ હાજર રહ્યા હતા.

હડમતીયા પ્રાથમિક શાળા

હડમતીયા ગામે આવેલ કન્યા તાલુકા શાળા, શ્રી હડમતીયા કુમાર પ્રાથમિક શાળા અને માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલય દ્વારા સંયુક્તપણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ગાંધીનગરથી હાયર એજ્યુકેશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર બી.એચ. વાઢેર તેમજ પંકજભાઈ રણસરિયા સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે શ્રી હડમતીયા કન્યા તાલુકા શાળામાં બાળવાટિકામાં 16, શ્રી હડમતીયા કુમાર પ્રાથમિક શાળામાં 18 અને માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલયમાં ધો. 9 માં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને સરકાર દ્વારા લેવાતી જુદીજુદી પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ અને સ્પર્ધામાં નંબર મેળવેલ બાળકોને ઇનામ આપીને સન્માનીત કર્યા હતા. અને ખાસ કરીને માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલયના ધો. 10 માં A1 ગ્રેડ મેળવનાર ડાભી દિવ્યા રણજીતસિંહ, ખાખરીયા અંકિતા અશોકભાઈ અને ચાવડા ગાયત્રી હેમંતભાઈનું મોમેન્ટો આપીને વિશેષ સન્માન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

ભડિયાદ પ્રાથમિક શાળા

મોરબીની ભડિયાદ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન બી. ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ અપાવવામાં આવેલ હતો અને દાતા ડાયાભાઈ આદ્રોજા, સવજીભાઈ અઘારા અને વિશાલભાઈ પટેલના સહકારથી તમામ બાળકોને યુનિફોર્મ આપવામાં આવેલ હતો.

રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર શાળાનો પ્રવેશોત્સવ

રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર ત્રણેય શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીના અધ્યક્ષતા સ્થાને અમરનગર પ્રા.શાળામાં યોજવામાં આવેલ હતો અને બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો, અને દરેક ધોરણમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર  વિદ્યાર્થીઓને અભ્યાસની કીટ આપવામાં આવેલ હતી. અને અંતમાં રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાના આચાર્ય મણિલાલ વી.સરડવાએ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા ત્રણેય શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.






Latest News