મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો


SHARE













મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

મોરબીની જવાહર સોસાયટીમાં રહેતા મકવાણા પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મરણાર્થે સ્કૂલના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ ના પત્નિના હસ્તે ભળિયાદ ગામે સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલ બેગ, પાણીની બોટલ સહિતની કીટ આપવામાં આવી હતી.

મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળા અને મોડેલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધો.૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પુસ્તકો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.સાથે ધો.૩ થી ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.સાથે વૃક્ષારોપણ અને વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં માળિયા તાલુકાના મામલતદાર એચ. સી. પરમાર, સી.આર.સી. મુકેશભાઈ મકવાણા, મોરબી જિલ્લા આઇસીડીએસ રમેશભાઈ, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ હુંબલ, ગામના સરપંચ, ઉપસરપંચ, ગામના આગેવાનો, એસએમસી તેમજ એસએમડીસી ના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા મોડેલ સ્કૂલના આચાર્ય ભરતભાઈ વિડજા, પ્રાથમિક શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા તેમજ બંને શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News