મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના કમિશ્નરે કરી ઝોન નં. ૪ની સ્વચ્છતા બાબતે વિઝિટ: શ્રેષ્ઠ કામગીરી કરતાં સ્ટાફને સન્માનીત કરાયો


SHARE













મોરબી મહાપાલિકાના કમિશ્નરે કરી ઝોન નં. ૪ની સ્વચ્છતા બાબતે વિઝિટ: શ્રેષ્ઠ કામગીરી કરતાં સ્ટાફને સન્માનીત કરાયો

મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા ઝોન નં. ૪ની વિઝિટ કરવામાં આવી હતી અને સોલીડ વેસ્ટ મેનેજમેંટ શાખાની સફાઈ કામગીરીની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત રામકૃષ્ણનગર ચોક તેમજ જુનુ રિલિફ નગર, મેલેરીયા ઓફિસ પાસે આવેલ GVP વિઝિટ કરવામાં આવી હતી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં ૪૩૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સાવસર તળાવ, સર્કિટ હાઉસ પાસે આવેલ નાલું, કુળદેવી પાન, વીસી હાઇસ્કુલ, ગૌશાળા પમ્પિંગ સ્ટેશન, ઉમા ટાઉનશીપ પમ્પિંગ સ્ટેશન ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત જુન ૨૦૨૫ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરતાં સેનેટરી સબ ઈન્સ્પેકટર ઝોન ઇન્ચાર્જ તથા સફાઈ કર્મચારીને કમિશ્નર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેવી માહિતી મોરબી મહાપાલિકા નાયબ કમિશનર દ્વારા આપવામાં આવી હતી.






Latest News