મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન 


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન 

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું છે અને આગામી તા 21 ને  રવિવારે બપોરે દોઢ વાગ્યેથી મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે 16 મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે.

મોરબીમાં દર વર્ષે જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું છે જેમાં સમસ્ત આહીર સમાજના વિદ્યાર્થીઓને તથા વર્ગ-1 અને વર્ગ-2 ના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વવાણિયા માતૃશ્રી રામબાઈ મા ની જગ્યાના મહંત પ્રભુદાસજી મહારાજ હાજર રહેશે. તે ઉપરાંત રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, મયુરનગર માતૃશ્રી રામબાઈ મા મંદિરના મહંતા વ્રજકિશોરીબેન, મુખ્ય વક્તા તરીકે ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ પ્રવિણભાઈ ભેડા સહિતના સમાજના આગેવાનો હાજર રહેશે. આ કાર્યક્રમના સૌજન્ય વેણાસરના વતની અરજણભાઈ મેરામભાઈ હુંબલ છે. જેથી સમાજના દીકરી દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલ કાર્યક્રમમાં સમાજના લોકોને હાજર રહેવા માટે સમસ્ત આહીર સમાજના પ્રમુખ દિનેશભાઈ હુંબલ અને મંત્રી મયુરભાઈ ગાજીયાએ આમંત્રણ આપ્યું છે.






Latest News