મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે પ્રદેશના ઉપાધ્યક્ષ- શહેર ભાજપ પ્રભારીની હાજરીમાં દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ યોજાયો


SHARE











 

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે પ્રદેશના ઉપાધ્યક્ષ- શહેર ભાજપ પ્રભારીની હાજરીમાં દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ યોજાયો

દિવ્ય કાશી..ભવ્ય કાશી... કાશી વિશ્વનાથ ધામનો ભવ્ય ઇતિહાસ જોઇએ તો અંદાજે ૧૬ મી સદીમાં નિર્માણ થયું હતું. ૧૪ મી સદીથી ૧૬ મી સદી દરમ્યાન મુઘલ શાસકો દ્વારા મંદિર ઉપર અનેક આક્રમણો કરીને તે જગ્યાએ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૧૭૭૭ થી ૧૭૮૦ માં રાણી અહિલ્યબાઈએ કાશી વિશ્વનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરી જીણોદ્ધાર કરાવ્યો હતો. અને ૧૮ મી સદીમાં મહારાજા રણજીતસિંહે કાશી વિશ્વનાથ મંદિરનું ગુંબજ સુવર્ણથી બનાવડાવ્યુ હતું. બાદ અનેક વર્ષો પછી ભારતનાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાશી વિશ્વનાથ ધામનો વિકાસ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૯ માં વડાપ્રધાન મોદીના હસ્તે ભવ્ય શિલાન્યાસ કરવામાં આવ્યો અને ત્યાર બાદ આશરે ૯૦૦ કરોડનાં ખર્ચે દિવ્ય કાશી ભવ્ય કાશીનું નિર્માણ થયું છે. જેને ગઇકાલે નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે ત્યારે સમગ્ર વાંકાનેર અને મોરબી ગૌરવની સાથે ધન્યતાની લાગણી અનુભવી હતી.

 દિવ્ય કાશી ભવ્ય કાશી યાત્રા અંતર્ગત ગઇકાલે કાશી વિશ્વનાથ ધામ યાત્રા કાર્યક્રમનું આયોજન થયેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવ્ય સ્વપ્ન ભવ્ય કાર્યક્રમનું સીધું પ્રસારણ લાઈવ-ટેલીકાસ્ટ થવાનું હોવાથી વાંકાનેર શહેરના ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે આ કાર્યક્રમ કરવામાં આવેલ જ્યાં ભગવાન શિવજીના મંદિરમાં શિવલિંગની જલ અભિષેક તથા પુષ્પ અર્પણ કરીને બિલીપત્ર ચઢાવીને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તથા મોરબી જિલ્લા ભાજપ મંત્રી અને વાંકાનેર શહેર ભાજપ પ્રભારી એડવોકેટ નિકુંજભાઈ કોટક દ્વારા સાધુ સંતોના માર્ગદર્શન હેઠળ પૂજા કરવામાં આવી હતી. દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મંદિર પરિસરમાં પ્રાર્થના હોલ ખાતે કરવામા આવ્યું હતું આ કાર્યક્રમમાં પધારેલા પ્રસિદ્ધ  જગ્યાઓના સાધુ સંતો મહંતોનું સાલ ઓઢાડીને સન્માન કરીને આશીર્વાદ લેવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં પ્રદેશમાંથી પધારેલ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તથા મોરબી જિલ્લા ભાજપ મંત્રી તેમજ વાંકાનેર શહેર ભાજપ પ્રભારી એડવોકેટ નિકુંજભાઈ કોટકનું વાંકાનેર તાલુકા તથા શહેરના ભાજપ અગ્રણીઓ અને હોદ્દેદારો દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. દિવ્ય કાશી ભવ્ય કાશી યાત્રાનું ટીવીના માધ્યમથી લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયાકિશોરસિંહ ઝાલામહાવીરસિંહ ઝાલાઅશરફભાઈ બાદી, ગાંડુભાઇ ધરજીયારસિકભાઈ વોરાલાલજીભાઈ રાઠોડભગીરથસિંહ ઝાલાવાઘજીભાઈ ડાંગરોચાકાળુભાઈ કાકરેચામનુભાઈ સારેસાવાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાજીજ્ઞાસાબેન મેરશામજીભાઈ કેરવાડીયાધ્રુવરાજસિંહ ઝાલાભગવાનજીભાઈ મેર, મશરૂભાઈ સરવૈયાપ્રમુખ નવીનભાઈ વોરામોહનભાઇ બેડવા હરેશભાઇ મદ્રેસાણીયા, મુકેશભાઈ મેરઅમૃતભાઈ ઠકરાણી, પરેશભાઈ મઢવી, કે.ડી.ઝાલા, અમીતભાઈ શાહહિરેનભાઈ ખીરૈયાઅરજણભાઈ રાતડીયા, નયનાબેન પરમાર, રમીલાબેન બારોટ, મૂળજીભાઈ ગેડીયા, શૈલેષભાઈ ગોસ્વામી, મુકેશભાઈ સોલંકી, ભાનુભાઈ બેડવા, અરુણભાઈ મહાલીયા, દિનેશભાઈ વોરાગૌતમભાઈ ચાવડા, વિક્રમભાઈ ચાવડા, પાર્થભાઈ રાવલકિરણબેન વ્યાસ, વજુબાપુ, મહેન્દ્રસિંહ ઝાલા, સુરેશભાઇ પ્રજાપતિઅમરશીભાઈ મઢવી, ગાયત્રી મંદિર મહંતનાગાબાવા જગ્યાના મહંતજાગનાથ મહાદેવ મંદિરના મહંત તેમજ ભાજપ પરિવારના સભ્યો અગ્રણીઓહોદ્દેદારો અને સાધુ-સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News