મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોટા સમાચાર: ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે ખેડૂતો માટે જાહેર કર્યું 10 હજાર કરોડનું રાહત પેકેજ


SHARE













મોટા સમાચાર: ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે ખેડૂતો માટે જાહેર કર્યું 10 હજાર કરોડનું રાહત પેકેજ

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું હતું જેથી સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી તેવામાં આજે સરકારે ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરેલ છે. અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે.

ત્યારે મુખ્યમંત્રીએ સોશ્યલ મીડિયામાં મૂકેલા વિડીયોમાં જણાવ્યુ છેકે, ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.  આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.

રાજ્યભરના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે જેથી તેમની લાગણીને ધ્યાને રાખીને સરકાર દ્વારા ધરતીપુત્રો માટે 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત, સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.






Latest News