મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં 4થી 5 કરોડની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરીને વાડીએ લઈ જઈને મારમાર્યો: 3 આરોપી પોલીસની હાથવેંતમાં, 10.40 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબીના પીપળી રોડ ઉપર દુકાને બેઠેલા યુવાનના ભાઈ પાસેથી ચાર થી પાંચ કરોડ રૂપિયા લેવાના હતા જેથી ઉઘરાણી કરવા માટે પાંચ જેટલા શખ્સો યુવાનની દુકાને આવ્યા હતા અને ત્યાં યુવાનને મારમાર્યો હતો અને ત્યાર બાદ તે યુવાનનું આરોપીઓ અપહરણ કરીને ભરતનગર ગામ પાસે આવેલ વાડીએ લઈ ગયા હતા અને ત્યાં તેને ઢીકાપાટુનો તથા લાકડી મારમાર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે જે ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપી પોલીસની હાથવેંતમાં છે અને કાર સહિત 10.40 લાખનો મુદામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.


મોરબીમાં ત્રાજપર પાછળ આવેલ મયુરનગર સોસાયટી પાસે રવિનગરમાં રહેતા અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજીભાઈ સોઢા (25) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પિયુષભાઈ પટેલ, નવઘણભાઇ, ભગીભાઈ તથા અજાણ્યા શખ્સની સામે અપહરણની ફરીયાદ નોંધાવી છે જેમાંજણાવ્યું છે કે, પિયુષભાઈ પટેલને ફરીયાદીના ભાઈ નરસિંઘ સોઢા પાસેથી 4 થી 5 કરોડ રૂપીયા લેવાના હતા જેથી પિયુષભાઈ પટેલ સહિતના તમામ મોરબીના પીપળી રોડ ઉપર કોયો સિરામિક પાસે આવેલ ફરિયાદીની સચિયાર કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાન ખાતે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીને મારમાર્યો હતો અને ત્યાર બાદ એક બ્લેક કલરની કારમાં ફરીયાદીનું અપહરણ કરીને તેને ભરતનગર પાસે આવેલ વાડીએ લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદીને લાકડી તથા ઢીકાપાટુ અને પટ્ટા વડે મારમારીને મુઢ ઈજાઓ કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં એલસીબીની ટીમે ગણતરીની કલાકોમાં આરોપી નવઘણ ઉર્ફે ખુટિયો વેલજીભાઈ (40) રહે. જેતપર, ભગીરથભાઈ રતિલાલ ઠોરીયા (31) બગથળા અને પિયુષભાઈ હસમુખભાઈ લોરીયા (33) રહે. લુટાવદર વાળાને હસ્તગત કર્યા છે અને યુવાનનું અપહરણ કરવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવેલ ફોર્ચ્યુનર ગાડી નંબર જીજે 3 એફડી 7997 જેની કિંમત 10 લાખ તથા 4 મોબાઈલ ફોન જેની કિંમત 40,000 આમ કુલ મળીને 10.40 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણ મળેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે






Latest News