મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા પાસે અકસ્માત બાદ કાર ચાલક સહિત બે શખ્સોએ પાઇપ-ધોકા વડે બાઇક ચાલકને મારમાર્યો


SHARE













વાંકાનેરના મેસરીયા પાસે અકસ્માત બાદ કાર ચાલક સહિત બે શખ્સોએ પાઇપ-ધોકા વડે બાઇક ચાલકને મારમાર્યો

વાંકાનેરના મેસરીયા ગામ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્વિફ્ટ ગાડીના ચાલકે બાઈક સાથે તેની કાર અથડાવી હતી અને ત્યાર બાદ કાર રોડ સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી જે બાબતનો ખા રાખીને કાર ચાલક સહિત બે વ્યક્તિએ લોખંડના પાઈપ અને ધોકા વડે યુવાનને માર મારીને ઇજા કરી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા રાજદીપભાઈ રવુભાઈ ખવડ (19)હાલમાં અજયભાઈ ધીરુભાઈ ભૂસડિયા અને વિનુભાઈ કેશુભાઈ ભૂસડિયા રહે. બંને મેસરીયા ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી પોતાનું બાઈક નંબર જીજે 13 બીઇ 9941 લઈને પોતાના ગામ તરફ જતા હતા ત્યારે ઢાળીયા પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપી અજયભાઈતેની સ્વીફ્ટ ગાડી નંબર જીજે 13 સીએફ 1396 લઈને નીકળ્યો હતો અને ફરિયાદીના બાઇક સાથે કાર અથડાવી હતી ત્યાર બાદ કાર રોડ નીચે ઉતરી ગઈ હતી તે બાબતનો ખા રાખીને અજયભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને જમણા પગમાં મારમારીને ઈજા કરી હતી. અને વિનુભાઈએ લાકડાના ધોકા ડે ફરિયાદીને મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News