મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રક કન્ટેનરની પાછળના ભાગમાં બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE









વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રક કન્ટેનરની પાછળના ભાગમાં બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મૂળ ઉદયપુર જિલ્લાનો રહેવાસી અને હાલમાં રાજકોટમાં રહેતો યુવાન વાંકાનેર બાઉન્ડ્રી થી ચોટીલા તરફ જવાનો રસ્તા ઉપર પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં આગળના ભાગમાં ઉભેલા ટ્રક કન્ટેનર ની પાછળ યુવાને તેનું બાઈક અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો તે બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું છે જે બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉદયપુરનો રહેવાસી અને હાલમાં રાજકોટમાં આવેલ આજીડેમ ચોકડી પાસે દૂધસાગર રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં રહેતો લહેરસિંહ ભેરુસિંહ સિસોદિયા (22) નામનો યુવાન પોતાનું બાઈક નંબર jije 3 સીજે 7300 લઈને વાંકાનેર બાઉન્ડ્રી થી ચોટીલા તરફ જવાના રસ્તા ઉપર આવેલ ચામુંડા હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તા ઉપર ટોલનાકા પાસે વાહનોની લાંબી લાઈન હોય દરમિયાન લેહરસિંહ સિસોદિયાનું બાઇક ટ્રક કન્ટેનર નંબર જીજે 10 ટીવાય 3095 ની પાછળના ભાગમાં અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં યુવાનને શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતા ભેરુસિંગ પ્રતાપસિંગ સિસોદિયા (44) રહે ઉદયપુર વાળાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News