મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા મારા સપનાનું મોરબી વકતૃત્વ સ્પર્ધા યોજાઈ


SHARE









મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા મારા સપનાનું મોરબી વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની વિકાસની હરણફાળ કરી રહ્યું છે ત્યારે ખરેખર આવનાર સમયના મોરબીવાસીઓ જે હાલ નાના બાળકો છે તેઓને કયા પ્રકારનું મોરબી જોઈએ છે તે અંગે મોરબી મહાનગરપાલિકા અને નેતાઓને જણાવવા માટે મોરબી ના સરદાર બાગ ખાતે પ્રેસ મીડિયા એસો. મોરબી દ્વારા "મારા સપનાનું મોરબી" વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમ 70 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પોતાના સપનાના મોરબીની વાતો રજૂ કરી હતી

જેમાંથી ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગ (ધો. ૬,૭ અને૮) માં પ્રથમ ક્રમે સાવરીયા ઉર્વીશા કિશોરભાઈ, દ્વિતીય ક્રમે બોપલિયા ભવ્ય કિશોરભાઈ અને તૃતીય ક્રમે સંઘાણી મોક્ષા રજનીશભાઈ વિજેતા બન્યા હતા જ્યારે ગુજરાતી માધ્યમના માધ્યમિક વિભાગ (ધો. ૯ અને ૧૦) ના પ્રથમ ક્રમે કંઝારીયા તમન્ના ભાવેશભાઈ, દ્વિતીય ક્રમે પાઠક રાજલ હિમાંશુભાઈ અને તૃતીય ક્રમે પરમાર અંજલી વિજેતા બન્યા હતા તેમજ અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમે જીયાન પટેલ, દ્વિતીય ક્રમે રાણવા શ્રીયા મનસુખભાઈ, તૃતીય ક્રમે ચાવડા મેઘાવી વિનોદભાઈ વિજેતા બન્યા હતા.વિજેતા વિદ્યાર્થીઓને શીલ્ડ, શિક્ષણ કીટ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમ અંગે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સુંદર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા તેઓએ જણાવ્યું કે બાળકોના સપનાઓ જોતા અમારે પણ પોતાના દિનચર્યામાં ઘણો બધો સુધારો કરવો પડશે, બાળકોના આગામી સુંદર ભવિષ્ય માટે ઘરની આજુબાજુ સફાઈ, પ્રદૂષણ મુક્ત શહેર એ તે માટે બિનજરૂરી વાહનોનો ઉપયોગ ટાળવો, વધુને વધુ વૃક્ષો વાવવા, ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું, તેમજ શહેરમાં થતી ગેર પ્રવૃતિઓનો વિરોધ કરી શહેરને ગુનામુક્ત કરવું પડશે.

આ કાર્યક્રમમાં મોરબી શહેરીજનો અને સ્પર્ધકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.  પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી તરફથી કાર્યક્રમને સફળ બનાવવા પરેશભાઈ પારીઆ, સંજયભાઈ વાઘડિયા, વીરુભાઈ બોક્ષા, વિશાલભાઈ ટૂંડીયા, ધવલ ત્રિવેદી, મેહુલભાઈ ગઢવી, યોગેશભાઈ રંગપડીયા, પંકજભાઈ સનારીયા, બળદેવભાઈ ગઢવી, મયંકભાઈ દેવમુરારી, અહેમશાહ બાપુ, રફીકભાઈ અજમેરી, મોહસીનભાઈ શૈખ, રિતેશ સંચાણિયા દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.

આ કાર્યક્રમના અંતે પ્રેસ મીડિયા પત્રકાર ગ્રુપ દ્વારા વાલી અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને નિર્ણાયક તરીકે શ્રી રાજપર પ્રાથમિક શાળાના રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષક દિનેશભાઈ મોહનભાઈ ભેંસદડીયા, શ્રી કેરાળા પ્રાથમિક શાળાના આચાર્ય ચેતનકુમાર બોસિયા તેમજ સાર્થક વિદ્યામંદિર મોરબીના શિક્ષક પ્રતિકભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.




Latest News