મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

ચોટીલા માતાજીનાં દર્શન કરીને પરત સાપર જઇ રહેલા મિત્રોની રિક્ષાને વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: 8 ને ઇજા થતાં સારવારમાં


SHARE













ચોટીલા માતાજીનાં દર્શન કરીને પરત સાપર જઇ રહેલા મિત્રોની રિક્ષાને વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: 8 ને ઇજા થતાં સારવારમાં

રાજકોટના સાપર ખાતેથી રિક્ષામાં નવ મિત્રો ચોટીલા ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યા માતાજીનાં દર્શન કરીને તેઓ રિક્ષામાં પાછા રાજકોટ તરફ જતા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે દેવાબાપાની જગ્યા નજીક પેટ્રોલ પંપ સામે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી અને આ બનાવમાં રિક્ષામાં બેઠેલ એક યુવાન ટ્રક ટ્રેલરના ટાયરના જોટામાં આવી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને અન્ય લોકોને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ ગીર સોમનાથ જિલ્લાના ચીખલી ગામના રહેવાસી અને હાલમાં રાજકોટના સાપર ગામે પુલની આગળ પરફેક્ટ હોટલની પાછળના ભાગમાં રહેતા મોહનભાઈ બાબુભાઈ સોલંકી (29)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 39 ટીએ 5147 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો ભાઈ ગોવિંદભાઈ તથા તેના મિત્રો કૌશિકભાઈ, મયુરભાઈ, વિવેકભાઈ, કેતનભાઇ ધારેચા અને ઉત્તમભાઈ રહે બધા દામલી તાલુકો કોડીનાર તથા વિનયભાઈ, સાગરભાઇ અને જીતુભાઈ રહે. માલાશ્રમ તાલુકો કોડીનાર અને જયેશભાઈ રહે. છારા વાળા સાપર ગામે રહેતા સાહેબ અશ્વિનભાઈ સોલંકીની સીએનજી રીક્ષા નંબર જીજે 11 યુયુ 3665 માં ચોટીલા ખાતે દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરીને બધા મિત્રો રિક્ષામાં બેસીને ચોટીલાથી રાજકોટ તરફ પરત આવી રહ્યા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પહેલા દેવાબાપાની જગ્યા પાસે પેટ્રોલ પંપની સામેના ભાગમાં ટ્રક ટ્રેલરના ચાલકે તેઓની રીક્ષાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા પલટી મારી ગઈ હતી અને ત્યારે ફરિયાદીનો ભાઈ ગોવિંદ ટ્રક ટેલરની સાઈડમાં નીચે પડતા ટ્રક ટ્રેલરનો ટાયરનો જોટો તેના ઉપરથી ફરી વળતા ગોવિંદને શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જ્યારે રિક્ષાના ડ્રાઇવર સહિતના તેના અન્ય મિત્રોને નાના મોટી ઈજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બે બોટલ દારૂ
મોરબીમાં આવેલ રાવલ શેરીમાં પડેલા એક્ટિવા નંબર જીજે 36 ક્યૂ 4385 ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1296 ની કિંમતનો દારૂ તથા 15 હજાર રૂપિયાની કિંમતનું વાહન અન કુલ મળીને 16,296 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય એકટીવાના ધારક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

અડધી બોટલ દારૂ
મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ અશોક પાન પાસે રહેતા હિતેશભાઈ ધોળકિયાના રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની અડધી બોટલ મળી આવતા 100 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હાજર ન હોય હિતેશભાઈ ઉર્ફે મોઢિયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા રહે. નવડેલા રોડ મોરબી વાળા સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News