મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

તમામ ક્ષેત્રોને આવરી લેતું સમતોલ અને વિકાસ લક્ષી બજેટને આવકારતા કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE





તમામ ક્ષેત્રોને આવરી લેતું સમતોલ અને વિકાસ લક્ષી બજેટને આવકારતા કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના કુશલ નેતૃત્વ વાળી એન.ડી.એ. સરકાર દ્વારા વર્ષ 2026 ના બજેટને કેન્દ્રિય નાણામંત્રીશ્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ નવમી વખત સંસદ સમક્ષ રજુ કરતાં એક શસક્ત ભારતના નિર્માણ ની તરફ આગળ વધતા ભારતના વિકાસમાં સહયોગી બને વિશ્વની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાના સંકલ્પ તરફ આગળ વધે તેવું બજેટ રજુ કર્યું હતું.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ બજેટને આવકારતા જણાવ્યુ હતું કે, આશા-વિકાસ અને તમામ ક્ષેત્રો ને આવરી લેતું સમતોલ અને વિકાસલક્ષી આ બજેટ છે. જેમાં મહિલા સશક્તિકરણ, યુવા રોજગાર સાથે વિકાસ અને ફુગાવા પર નિયંત્રણ માટે પરિ યોજનાઓ માટે પ્રાવધાન છે. ધરતી પુત્રો ને કૃષિ ઉત્પાદન માટે સમર્થન, રોજગાર અને કૌશલ્ય, ઉત્પાદન સેવાઓ, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા ઇન્ફાસ્ટ્રક્ચર, આગલી પેઢી ને માર્ગદર્શન મળે વિકસીત ભારત માટે સતત પ્રયાસો ની જાહેરાત કરી છે. યુવાનો, મહિલાઓ, કૃષિ ગ્રીન  ગ્રોથ પર સરકારનું ફોક્સ સાથે ટુરિઝમ ને મહત્વ, કૌશલ વિકાસ યોજનાઓ માટે બજેટમાં પ્રાવધાન કરવામાં આવેલ છે. તેમ સાંસદએ જણાવ્યુ હતું. બજેટને આવકારતા કેન્દ્ર સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

7 હાઇસ્પીડ રેલ કોરીડોર, બાયો ફાર્મા સેકટર માટે 10 હજાર કરોડ, સુગર અને કેન્સર નિ દવાઓ સસ્તી થશે. મોટા ટેક્ષ ટાઇલ્સ પાર્ક બનાવવામાં આવશે, શહેરી આર્થિક ક્ષેત્ર પર પ્રતિ વર્ષ 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ, 20 નવા જળ માર્ગો બનાવવાની તૈયારી, 4 રાજયોમાં ખનીજ કોરીડોર, 3 કેમિકલ પાર્કનું નિર્માણ, એસ. એમ. ઇ. માટે 10 હજાર કરોડ, સ્વરોજગાર યોજનાની જાહેરાત, વેટરનરી કોલેજ હોસ્પિટલ નિર્માણ સેમી કંન્ડકટર અને રેર અર્થ મિનરલ પર જાહેરાત નેશનલ હેન્ડલુમ તથા હેન્ડીક્રાફ્ટટેક્શટાઇલ્સ લેબર ઇન્સેન્ટિવ સ્કીમ જાહેરાત, વોટર વે માટે યુવાનો ને ટ્રેડીંગ, ભારત ને મેડિકલ ટુરીઝમ હબ બનાવાશે. આર્યુવેદીક અને હેલ્થ સેકટરમાં રોજગાર સર્જન આર્યુવેદ માટે 3 નવા એઇમ્સ સ્થાપિત કરાશે.

લોથલ, ધોળાવિરા સહિતની 15 સાઇટોને વિકસાવવાનું, રક્ષા મંત્રાલય ને 7.8 લાખ કરોડનું આવંટન, મહિલાઓ માટે સોગાત બધા જિલ્લામાં બનાવાશે એક ગર્લસ હોસ્ટેલ, ખેતીના ઉત્પાદન વિવિધતા લાવવાનું પ્રાવધાન બજેટમાં કરવામાં આવેલ છે. સરકારનો સંકલ્પ ગરીબો, વંચિતો અને નબળા વર્ગોને ફોકસ કરતાં આર્થિક વિકાસને વેગ, વૈશ્વિક અસ્થિરતા વચ્ચે અર્થ વ્યવસ્થા મજબુત બનાવવી, લોકોના આકાંક્ષા ની પુર્તિ કરવાનો છે. બજેટ વિશ્વાસ આધારીત શાસન (Trust – Based Governance) અને માનવ કેન્દ્રીય આર્થિક માળખા ના વિઝન દર્શાવતું બજેટ છે.  ઉપરોક્ત મુદ્દાઓ સાથે નવ ભારત નિર્માણ તરફ દેશને આગળ ધપાવવા નું વિકાસશીલ બજેટ રજૂ થયું છે. તેમ સાંસદએ  જણાવ્યું હતું.




Latest News