મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો: વાંકાનેરના માટેલ રોડે દુકાન પાસેથી બાઈકની ચોરી


SHARE











વાંકાનેરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો: વાંકાનેરના માટેલ રોડે દુકાન પાસેથી બાઈકની ચોરી

વાંકાનેરના ભરવાડપરા શેરી નં-7 માં રહેતી મહિલાએ એસિડ પીને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના ભાઈએ બહેનને મારવા માટે મજબૂર કરી હોવાની તેના જમાઈ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના જડેશ્વર કોઠારીયા ખાતે રહેતા મુન્નાભાઈ રાણાભાઇ સાટકા (30)એ હાલમાં તેના જમાઈ અવધભાઈ ભુપતભાઈ સરૈયા, વેવાઈ ભુપતભાઈ ગાંડુભાઈ રૈયા અને વેવાણ હર્ષાબેન ભુપતભાઈ સરૈયા રહે. બધા ભરવાડપરા વાકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 23 ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં તેઓના બહેન રૂપલબેન (28)એ ભરવાડ પરામાં તેઓના ઘરની અંદર એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું અને ફરિયાદીના બહેનને આરોપીઓ દ્વારા કરિયાવર બાબતે મેણાં ટોણાં મારવામાં આવતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી ફરિયાદીના બહેને એસિડ પી લીધું હતું અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે હાલમાં મૃતક મહિલાના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બાઇક ચોરી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વૈભવ લક્ષ્મી-2 મહાબલી હનુમાનજીના મંદિરની પાછળના ભાગમાં રહેતા પંકજભાઈ વશરામભાઈ ગાંભવા (38)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપી છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના માટેલ રોડ અમરધામ પાસે પ્રયાગ કોમ્પલેક્ષમાં દુકાનની સામેના ભાગમાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 36 સી 5510 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News