લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન


SHARE





મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન

ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે 22 માર્ચ 2026 રવિવાર ના રોજ સવારે 8.30 કલાકથી ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન છે જેમાં સર્વે સનાતની ભાઈ બહેનોને પરિવાર સાથે લાભ લઇ શકે છે

છેલ્લા પાંચ વર્ષથી ચૈત્રી નવરાત્રી પ્રથમ રવિવારે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આ પરિક્રમાનું સુંદર આયોજન થઈ રહેલ છે. જેમાં ગત વર્ષે સવા લાખથી વધુ માય ભક્તોએ એક જ દિવસમાં આ પરિક્રમા કરી ધન્યભાગી થયેલા છે. આ વર્ષે 22 માર્ચ રવિવારે પરિક્રમા પૂર્વે માતાજીના ડુંગર તળેટીમાં આવેલ નવ ગ્રહ મંદિર ખાતે ધર્મસભાનું સવારે 8.30 કલાકે યોજાશે. જે ધર્મ સભામાં જગતગુરુ શ્રીશ્રી 1008 ગર્ગાચાર્ય મહારાજ પીઠાધેસ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ રહેશે સાથે જ માર્ગદર્શક સંતો આત્માનંદ સરસ્વતી (બોટાદ), શંભુનાથજી ટૂંડીયા (ઝાંઝરકા), પ્રેમબાપુ સતરંગની જગ્યા, મનસુખ ગીરીબાપુ (ચામુંડા માતાજી મંદિર મહંત પરિવાર-ચોટીલા), વાલજી ભગત ઠાકરની જગ્યા કાળાસર, ભરત બાપુ ખાચર (લોમેવધામ ધજાળા)કાશીગીરીબાપુ (બોરીયા નેસ) વિગેરે હાજર રહેશે. અને આ સંતો દ્વારા પરિક્રમાની શરૂઆત કરાવવામાં આવશે. પરિક્રમા બાદ સનાતનીઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે. આ પરિક્રમાનો કુલ સાડા પાંચ કિલોમીટરનો રૂટ છે જે અંદાજે બે કલાક જેટલા સમયમાં પગપાળાથી કરી શકાશે સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને આ પરિક્રમાનો લાભ લેવા માટે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત વતી ખાસ અપીલ કરવામાં આવે છે.




Latest News