માળીયા મીયાણા ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનાવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ મોરબીમાં મિત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાનને પડખા અને હાથના ભાગે છરીના આડેધડ ઘા ઝીંક્યા મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે 46.90 લાખની ઠગાઈના ગુનામાં મોરબીની આંગડિયા પેઢીનો માલિક પકડાયો


SHARE









ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે 46.90 લાખની ઠગાઈના ગુનામાં મોરબીની આંગડિયા પેઢીનો માલિક પકડાયો

ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર્સ સાથે મોરબીમાં આંગડિયા પેઢીનો વહીવટ સંભાળતા શખ્સ અને આંગડિયા પેઢી વાળાએ કુલ મળીને 46.90 લાખ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કરવામાં આવેલ હતો જેથી ટ્રાન્સપોર્ટ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં આંગડિયા પેઢીનો માલિક આગોતરા જામીન સાથે પોલીસ સ્ટેશને આવતા પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં હજુ આંગડિયા પેઢીનો સંચાલક ફરાર છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા અને માધવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટર કલ્પેશભાઈ રમેશભાઈ ઠક્કર (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને દિલીપસિંહ કનુભાઈ ગોહિલ અને જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ પટેલ (ડી બાબુલાલ આંગડિયા પેઢીના માલિક) અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓને ટ્રાન્સપોર્ટના ભાડાના 24,96,850 રૂપિયા અલગ અલગ સમયે સાહેદ અમિતભાઈ મનસુખભાઈ ભટાસણા અને મહેશભાઈ ઘનશ્યામભાઈ હડિયલ રહે. મોરબી વાળા પાસેથી લેવાના હતા તે અને ફરિયાદીના કહેવાથી સાહેદ સુનિલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરના રૂપિયા 21,93,850 આમ કુલ મળીને 46,90,700 રૂપિયા મોરબીમાં આવેલ ધરતી ટાવરમાં ડી બાબુલાલ આંગડિયા પેઢીમાં છેલ્લા ઘણા સમયથી વહીવટ સંભાળતા દિલીપસિંહ ગોહિલને આપ્યા હતા અને આ આંગડિયા પેઢીનો વહીવટ તેઓને આરોપી જગદીશભાઈ પટેલે સંભાળવા માટે થઈને આપ્યો હતો જોકે, ફરીયાદી તથા સાહેદના રૂપિયાની દિલીપસિંહ ગોહિલ પાસે અવારનવાર ઉઘરાણી કરવા છતાં તેઓને રૂપિયા આપવામાં આવ્યા ન હતા જેથી આ બાબતે જગદીશભાઈ પટેલને જાણ કરતા તેઓએ ફરિયાદી અને સાહેદોને વિશ્વાસ આપીને તમારા રૂપિયા ગમે તે રીતે હું આપી દઈશ મારા અને મારી પેઢી ઉપર વિશ્વાસ રાખો તેવું કહ્યું હતું અને ત્યારબાદ રૂપિયા આપવામાં આવ્યા ન હતા જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં ડી બાબુલાલ આંગડિયા પેઢીના માલિક આરોપી જીજ્ઞેશ ઉર્ફે જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ વિનુભાઇ પટેલ (43) રહે. ઓઢવિયા સંથલ ગામ જોટાણા મહેસાણા હાલ રહે. પુષ્કરધામ એવન્યુ મકાન નંબર 6 રાજકોટ વાળો આગોતરા જામીન સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશને રજૂ થતાં પોલીસે તેને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.






Latest News