મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં ટંકારાના મિતાણા પાસે અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરનારને ઠપકો આપનારા યુવાનને ફોર્ચ્યુનારના ચાલકે મોઢામાં ઢીકા મારીને કારમાં નુકશાન કર્યું
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ


SHARE











મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

મોરબીમાં પવિત્ર અધિક માસ નિમિત્તે સુપ્રસિદ્ધ વક્તા ભાણદેવજીના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને મોરબી અને આસપાસના વિસ્તારની ધર્મપ્રેમી જનતાને તે કથાનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.

મોરબીના કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ ખાતે સુપ્રસિદ્ધ વક્તા ભાણદેવજીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અધિક માસના પુણ્યશાળી દિવસોમાં યોજાનારી આ કથામાં તેઓ પોતાની આગવી શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવશે. આ કથાનો પ્રારંભ તા. ૧૭/૦૫/૨૦૨૬, રવિવારથી થશે અને તા.૨૩/૦૫/૨૦૨૬ શનિવારના રોજ ક્થા વિરામ થશે. આ કથામાં ભક્તો ભક્તિનો આનંદ માણી શકે તે હેતુથી ક્થાનો સમય રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ રાખવામાં આવ્યો છે. જેથી આ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે આયોજકો દ્વારા સમસ્ત મોરબીવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ આયોજનને સફળ બનાવવા માટે સેવાભાવી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. કથાની વધુ માહિતી માટે મગનભાઈ ગામી (૯૯૨૫૭ ૨૭૧૭૬) તથા મગનભાઈ જેઠલોજા (૯૪૦૮૯ ૩૯૨૭૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News