મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

હળવદના દેવપુર નજીક ટ્રેક્ટરને હડફેટે લઈને ખેડૂત યુવાનનું મોત નિપજાવનાર એસટીની વોલ્વો બસના ચાલક સામે ગુનો નોંધાયો: રફાળેશ્વર ગામેથી બાઈકની ચોરી


SHARE







હળવદના દેવપુર નજીક ટ્રેક્ટરને હડફેટે લઈને ખેડૂત યુવાનનું મોત નિપજાવનાર એસટીની વોલ્વો બસના ચાલક સામે ગુનો નોંધાયો: રફાળેશ્વર ગામેથી બાઈકની ચોરી

હળવદ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ દેવપુર ગામના પાટીયા પાસેથી ટ્રેક્ટર લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટરમાં જોડેલ સાતી સાથે એસટીની વોલ્વો બસ અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને ટ્રેક્ટર લઈને જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ ચરડવા ગામે ગોપાલનગર ખાતે રહેતા સરસ્વતીબેન શૈલેષભાઈ સોનગ્રા (45) એ હાલમાં એસટીની વોલ્વો બસ નંબર જીજે 7 ટીયુ 5844 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ દેવપુર ગામના પાટીયા પાસેથી તેઓના પતિ શૈલેષભાઈ માવજીભાઈ સોનાગ્રા (45) ટ્રેક્ટર નંબર જીજે 36 એજે 2779 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટરની સાતીમાં બસના ચાલકે બસને અથડાવી હતી જેથી ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પતિને માથાના ભાગે તથા શરીરે ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટીની વોલ્વો બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


બાઈકની ચોરી
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગરમાં રહેતા ગૌતમભાઈ વજુભાઈ વામજા (22) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે રફાળેશ્વર ગામે આવેલ ઓમ એન્જિનિયરિંગ કંપનીની બાજુમાં ખાલી જગ્યામાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એબી 6066 પાર્ક કરીને મૂક્યુ હતું. જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 40 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News