મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું


SHARE







મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું

મોરબીના જેતપર ગામે ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલનની છાવણી ખાતે ગુરુવારે ગામની દીકરીઓ દ્વારા અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેને જોવા માટે થઈને મોરબી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી અંદાજે આઠથી દસ હજાર જેટલા મહિલાઓ આવ્યા હતા અને આ તકે નારી શક્તિએ ખેડૂતોની હકની લડાઈમાં અંત સુધી લડી લેવા માટેનો હુકાર પણ કર્યો હતો

મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપનીની વીજ લાઈનો પસાર થાય છે તેના વીજ પોલ ઉભા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જોકે ખેડૂતોના ખેતરમાં કામ શરૂ કરતા પહેલા તેઓને વળતર આપવામાં આવ્યું નથી જેથી ખેડૂતો રોષે ભરાયા છે અને 18 જૂનથી જેતપર ગામે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે અને ગુરુવારે આઠમા દિવસે આંદોલનની છાવણી ખાતે રાત્રે ગામની દીકરીઓ દ્વારા અદાણી કંપનીની વીજ પોલ ઉભા કરવા માટે થઈને તાનાશાહી, તંત્રનો ઉપયોગ અને ખેડૂતો ઉપર અત્યાચારને ઉજાગર કરતું એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને આ નાટક તૈયાર કરવા માટે થઈને દીકરીઓ દ્વારા માત્ર પાંચ જ કલાકની પ્રેક્ટિસ કરવામાં આવી હતી અને પાંચ કલાકના અંતે તેઓએ 100 કે 200 નહીં પરંતુ અંદાજે 8 થી 10 હજાર જેટલી મહિલાઓની હાજરીમાં નાટક રજૂ કર્યું હતું

આ નાટકના માધ્યમથી અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારી ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ તકે હાજર રહેલી મહિલાઓ સહિતના લોકોએ એક જ અવાજે કહ્યું હતું કે જ્યાં સુધી પૂરતું વળતર ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે આમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે અને અંત સુધી લડી લેવામાં આવશે અને પૂરું વળતર લેવામાં આવશે તેવો હુકાર મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલનની છાવણી ખાતે આવેલ નારી શક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીએ છે કે, આંદોલનનો સુખદ અંત આવે તેના માટે થઈને સરકાર દ્વારા ત્રણ વખત મંત્રણા માટે થઈને ઉપવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ સરકાર દ્વારા મૌખિક રીતે મેસેજ આપવામાં આવતો હોવાથી મુખ્યમંત્રી તરફથી ઉપવાસીઓ અને ખેડૂતોને મળવા માટે લેખિત આમંત્રણ આપવામાં આવે ત્યારબાદ જ તેમની સાથે ચર્ચા કરવા માટે જવું છે તે વાત ઉપર ખેડૂતો મક્કમ છે. અને જો ખેડૂતોની માંગણી સ્વીકારવામાં ન આવે તો આંદોલન ઉગ્ર રૂપ ધારણ કરે તો નવાઈ નથી.






Latest News