મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ છાત્રો કી ગુંજ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ
મોરબીમાં નંદીઘરના સંચાલન માટે 5 કોર્ટપોરેટરનો સમાવેશ કરીને બનાવવામાં આવી કાર્યકારી મોનિટરિંગ ટીમ
SHARE
મોરબીમાં નંદીઘરના સંચાલન માટે 5 કોર્ટપોરેટરનો સમાવેશ કરીને બનાવવામાં આવી કાર્યકારી મોનિટરિંગ ટીમ
મોરબી મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં જુદા જુદા મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી અને ખાસ કરીને મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં ગૌવંશની દેખરેખ અને નિભાવા માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે અને હાલમાં 5 કોર્પિરેટરનો સમાવેશ કરીને કુલ 7 લોકોની કાર્યકારી મોનિટરિંગ ટીમ બનાવવામાં આવેલ છે જે નંદીઘરમા તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા માટેનું કામ કરશે અને ઘાસચારો તેમજ પાણી સહિતની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખશે.
મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકાના સભાખંડમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને છેલ્લા દિવસોમાં નંદીઘરમાં નંદીઓના મૃત્યુ થયા હતા આવી ઘટના ચોમાસા દરમિયાન સામે ન આવે તે માટે નંદીઘરના સંચાલન માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ખાસ કાર્યકારી મોનિટરિંગ ટીમની રચના કરવામાં આવે છે જેમાં મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા, અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા, સોનલબેન પ્રફુલભાઈ બાવરવા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા તેમજ સભ્ય સચિવ તરીકે એએનસીડી શાખાના અધ્યક્ષ વિપુલભાઈ છૈયા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધ્યક્ષ દિલીપભાઈ રાઠોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યુ હતું કે, આ મોનીટરિંગ ટિમ દ્વારા નંદી ઘરમાં રાખવામાં આવેલા ગૌવંશો માટે સૂકો ઘાસચારો અને પાણી વિગેરેની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ દરરોજ મળતા દાન સહિતની માહિતીનું રજીસ્ટ્રેશન રાખવામા આવશે. તથા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નંદીઓને પકડીને ત્યાં મૂકવામાં આવે તો તેની આવક જાવકનું રજીસ્ટ્રેશન, સાફ-સફાઈ સહિતના કામનું તકેદારી, નંદીઘરમાં નંદીનું અવસાન થાય તો તેનો સમયસર નિકાલ, બીમાર ગૌવંશને સમયસર સારવારની વ્યવસ્થા કરવામાં આવશે આ ઉપરાંત નંદીઘરમા રાખવામાં આવેલા નદીઓમાંથી જુદી જુદી ગૌશાળા અને પાંજરાપોળ ખાતે નંદીઓને મોકલવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેમજ નંદીઘરમાં લાઈટ, પાણી, ગમાણ, ધાબુ, સેડ વગેરે સુવિધા ઉભી કરવા માટે અને નંદીઓની દેખભાળ માટે મૂકવામાં આવેલ સ્ટાફને સોંપવામાં આવેલ કામગીરી ઉપર પણ દેખરેખ રાખવામા આવશે અને દૈનિક રિપોર્ટ નાયબ કમિશનરને સોંપવામાં આવશે.