મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહનું આયોજન


SHARE





સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહનું આયોજન

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની ઉત્કર્ષ યોજના અનુસાર ઉચ્ચ અભ્યાસમાં સારું પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓએ મહાનુભાવોને સન્માનવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગ રૂપે વિદ્યાર્થીઓ પાસેથી માર્ક શીટ મંગાવવામાં આવેલ છે અને મહાનુભાવોની વિગતો મેળવાવવામાં આવી રહી છે અને આ કાર્યક્રમ આગામી દિવસોમાં ગોંડલ ખાતે યોજાશે.

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા તથા ઉપપ્રમુખ છેલભાઈ જોશીએ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને મહાનુભાવોને સન્માનવાનો કાર્યક્રમ આગામી દિવસોમાં શ્રી ઘનશ્યામજી મહારાજ ભુવનેશ્વરી પીઠ, ગોંડલના સાનિધ્યમાં યોજવાનો છે. આ તેજસ્વીતા અભિવાદન સમારોહમાં એસ.એસ.સી, એચ.એસ.સી, બી.એ. બી.કોમ., બી.એસસી., બીએસસી-હોમ સાયન્સ., બી.સી.એ., એલ.એલ.બી., એમ.એ., એમ.કોમ.

એમ.એસ.સી.બી.એ.એમ.એસ., બી.એચ.એમ.એસ., ડી.એચ.એમ.એસ., એમ.બી.બી.એસ.ડી.ઈ., બી.ઇ., એમ.ઇ., બી.ટેક., ફાઇન આર્ટસ તથા જર્નાલિઝમમાં છેલ્લા વર્ષમાં માર્ચ 2026 અને ત્યાર પછી આવેલ પરિણામોમાં ઉત્તેર્ણ થનાર વિદ્યાર્થીઓની માહિતી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ 2025-26 માં રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત સરકાર કે ભારત સરકાર તરફથી શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ પ્રાપ્ત કરેલ  મહાનુભાવોને પણ સન્માનવામાં આવશે જેથી વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની પાછળ પોતાનું નામ, સરનામું તેમજ પોતાનો તથા તેમના વાલીનો મોબાઈલ નંબર સ્પષ્ટ અક્ષરે લખીને વિદ્યાર્થીઓએ પોતાની માહિતી તા. 16/8/2026 સુધીમાં ડી.જી.મહેતા (મેનેજિંગ ટ્રસ્ટીસૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, ટ્રસ્ટ. સમસ્ત બ્રાહ્મણ બોર્ડિંગ, સ્ટેશન રોડ, અમરેલી મો. 9428621600)ને મોકલવી આપવાના રહેશે. 




Latest News