મોરબીના આંદરણા ગામે ઘરમાંથી રોકડ-દાગીના મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી મોરબીના ઘૂટું ગામની સીમમાં ડેલો બતાવવા ગયેલા યુવાનને 3 શખ્સોએ પાઇપ-ધોકાથી માર માર્યો ટંકારાના નેકનામ ગામે દીવાલની માથાકૂટમાં હાઇકોર્ટના આદેશ પછી પોલીસે ફરિયાદ લીધી ! મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાં જુગાર રમતા 9 શખ્સ 24.30 લાખની રોકડ સહિત 44.76 લાખનો મુદામાલ કબ્જે જો તંત્ર બળજબરી કરીને ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઊભા કરશે તો લાલ આંખ કરીને સરદારગીરીથી જવાબ મળશે: નીલેશ એરવાડીયા મોરબીમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી શાંતિ અને સદભાવના સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ કાકા-ભત્રીજાની હત્યાના ગુનામાં સ્પેશ્યલ પીપી તરીકે ભગીરથસિંહ ડોડીયાની નિમણૂક મોરબીમાં રાજ્યમંત્રીએ વીજ લાઇન વળતર માટે માર્કેટ રેટ કમિટી બાબતે કલેકટર કચેરીમાં ખેડૂત પ્રતિનિધિઓ સાથે કરી બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રીએ વીજ લાઇન વળતર માટે માર્કેટ રેટ કમિટી બાબતે કલેકટર કચેરીમાં ખેડૂત પ્રતિનિધિઓ સાથે કરી બેઠક


SHARE







મોરબીમાં રાજ્યમંત્રીએ વીજ લાઇન વળતર માટે માર્કેટ રેટ કમિટી બાબતે કલેકટર કચેરીમાં ખેડૂત પ્રતિનિધિઓ સાથે કરી બેઠક

મોરબી જિલ્લામાં વીજ લાઇન પસાર થવાના કારણે અસરગ્રસ્ત થતા ખેડૂતોને જમીનનું યોગ્ય અને પારદર્શક વળતર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા લેવાયેલા ખેડૂતલક્ષી નિર્ણયોના સુચારુ અમલીકરણ માટે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.

મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલ આ બેઠકમાં સ્થાનિક પદાધિકારીઓ, ખેડૂત આગેવાનો અને પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો. બેઠકમાં જૂની પદ્ધતિની સરખામણીએ સરકારના નવા પરિપત્ર અનુસાર બજાર કિંમત નક્કી કરવાની પદ્ધતિઓ અને તેનાથી ખેડૂતોને થનારા આર્થિક ફાયદાની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. બેઠકમાં માર્ગદર્શન આપતા મંત્રીજણાવ્યું હતું કે, વીજ લાઇનની કામગીરી ભવિષ્યના ઔદ્યોગિક અને ગ્રામ્ય વિકાસ માટે અનિવાર્ય છે, ત્યારે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે વર્તમાન સરકાર અત્યંત સંવેદનશીલ છે. સરકારે ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ થાય તેવા ઐતિહાસિક નિર્ણયો લીધા છે, જેને જમીની સ્તરે પહોંચાડવા માટે ખેડૂત પ્રતિનિધિઓ તાલુકાવાર જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે તે જરૂરી છે.

આ તકે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્પષ્ટ કર્યું હતું કે, તમામ વીજ કંપનીઓને ખેડૂતો સાથે સંપૂર્ણ સંવેદનશીલતાપૂર્વક વર્તવા માટેની સુચના આપવામાં આવી છે. અને વળતર કે અન્ય બાબતે પ્રશ્ન ધરાવતા ખેડૂતો કોઈપણ સંકોચ વિના સંબંધીત મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી શકે છે, જેનો તંત્ર દ્વારા સત્વરે હકારાત્મક નિકાલ લાવવામાં આવશે. આ બેઠકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ડીડીઓ વિદ્યાસાગર, અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મનીષભાઈ કાંજીયા તેમજ વિવિધ રાજકીય અગ્રણીઓ, જિલ્લાના ખેડૂત આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News