વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર ગામે અલગારી જીવન જીવતા યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE













વાંકાનેરના રંગપર ગામે અલગારી જીવન જીવતા યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા રંગપર ગામે યુવાને ઝેરી દવા પી લેતા યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે

વાંકાનેર તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા અને છુટક મજુરીનું કામ કરીને અલગારી જીવન જીવતા મહેશ નાગજીભાઈ ગાંગીયા નામના ૨૦ વર્ષીય યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હોય મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો અને બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના ડી.એ.જાડેજાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે મૃતક મહેશ નાગજીભાઇ ગાંગીયા છૂટક મજૂરી કરીને જીવન જીવતો હતો અને અહીંતહીં ભટકતો રહેતો હતો.જોકે હાલ તેણે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે..? તે તપાસનો વિષય હોય તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ધરપકડ

મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ટ્રાવલેસ સંચાલકને યુવાન સાથે ઝઘડો થયો હતો જે મારામારીના બનાવમાં ટ્રાવેલ્સ સંચાલક ઉપર ચાર લોકોએ પત્થર વડે હુમલો કર્યો હતો.જેથી ચાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બનાવમાં બી ડિવિઝન પોલીસે જસુબેન દિનેશભાઈ કણજારીયા દલવાડી (૫૩) અને કિંજલબેન દિનેશભાઈ કંજારીયા (૨૩) રહે. બંને રામકૃષ્ણનગર વાળાઓની ધરપકડ કરી હતી.જ્યારે બાઇક સ્લીપ થઇ જતાં મોરબી વીસીપરાના રહેવાસી હેમુભાઇ પોલાભાઈ દલસાણીયા નામના ૬૦ વર્ષીય આધેડને ઈજાઓ પહોંચી હતી. તે રીતે જ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મધુબેન કાંતિભાઈ જુલાસણા નામના એકાવન વર્ષિય આધેડ મહિલા માળીયા હાઇવે ઉપરથી વાહનમાં જતા હતા ત્યારે સનુરા સિરામિક નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે લઈ જવાયા હતા અને મોરબીના સામાકાંઠે ઈન્દીરાનગર વિસ્તારમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં સાવન દિનેશભાઈ માલકીયા નામના ૧૭ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા સારવારમાં સિવિલે ખસેડાયો હતો.

મહિલા સારવારમાં

મોરબીના પંચાસર ગામે કમળાબેન રઘુભાઈ માવી નામની ૩૫ વર્ષીય મહિલાએ જીતુભાઈની વાડીએ દવા પી લેતાં તેણીને અહિંની શુભ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યારે તાપીના નિપુર નજીક આવેલા સરવાડા ગામે રહેતો પીન્ટુભાઇ રવજીભાઈ ઠાકરે નામના ૩૨ વર્ષીય યુવાનનું મોરબીના નાગડાવાસ ગામે હોટલ નજીક બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત પિન્ટુભાઇને સારવારમાં મોરબી ખસેડાયો હતો. તેમજ મોરબીના ઉચી માંડલ ગામે રહેતા દેવરાજ કુંજલાલ પંજવાણી નામના ૬૫ વર્ષીય આધેડને પણ વાહન અકસ્માતમાં ઈજા થતાં ૧૦૮ વડે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે કચ્છ (ભુજ) ના ધાણેટીના રહેવાસી સુરેશભાઈ રાયધનભાઈ ભીલ નામના ૨૫ વર્ષીય યુવાનને મોરબી-માળીયા નેશનલ હાઈવે ભરતનગર ગામની પાસે ટ્રક પલ્ટી જવાના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવારમાં મોરબીની સિવિલે લાવવામાં આવ્યો હતો.






Latest News