મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેર નજીકથી ૪ કિલો ગાંજા સાથે ઝડપાયેલા ત્રણ શખ્સોને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરશે


SHARE







વાંકાનેર નજીકથી ૪ કિલો ગાંજા સાથે ઝડપાયેલા ત્રણ શખ્સોને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરશે

મોરબી જીલ્લાના વાંકાનેર ચોટીલા હાઈવે ઉપર આવેલ મેસરીયા ચેક પોસ્ટ પાસે એસ.ઓ.જી અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે રિક્ષાને રોકીને પોલીસે ચેક કરી હતી જે રિક્ષામાંથી ૪ કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ગાંજોરીક્ષા અને બે મોબાઈલ મળીને ૧,૧૮,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સો સુરતથી ગાંજનો જથ્થો લઈને આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપીની સામે નાર્કોટિક્સ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ હતી અને આજે તે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં નશીલા પદાર્થોનું વેચાણ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબીથી ચોટીલા તરફ જવાના રસ્તા ઉપર આવતાં મેસરીયા ગામ પાસે મેસરિયા ચેકપોસ્ટ નજીક મોરબી જિલ્લા એસઓજી તેમજ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થતી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૬૪૧૭ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે આ રીક્ષામાંથી ચાર કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસ રીક્ષામાં બેઠેલ જાદવ ઉર્ફે ભીમાભાઇ રામભાઈ મુંધવા (૨૦) રહે. અમરનાથ સોસાયટી મિતુલભાઈ પટેલના દવાખાનાની સામેરાજુભાઈ રતનભાઈ શર્મા જાતે પંડિત (૩૬ રહે. લાલપર ગામે જીતુભાઈ પટેલના મકાનમાં મૂળ રહે. નાગદા જકશન જૂની કોટા ફાટક રામ મંદિર સામે એમપી તેમજ બળદેવભાઈ વિરમભાઈ ગમારા (૩૦) રહે. હાલ આરોગ્યનગર કૈણાભાઈના મકાનમાં મૂળ રહે. રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે

વાંકાનેર પાસેથી ગાંજાનો જ્થ્થો પકડ્યો છે તે મુદ્દે ડીવાયએસપીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે હાલમાં જે ત્રણ આરોપીને ગાંજા સાથે પકડેલ છે તે ગાંજાનો જથ્થો રાજુભાઈ રતનભાઈ શર્મા અને બળદેવ વિરમભાઈ ગમારા ગાંજાનો સુરતથી લઇને આવ્યા હતા અને ચોટીલાથી જાદવ ઉર્ફે ભીમાભાઇ રિક્ષામાં ગાંજાનો જથ્થા રાખીને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે વાહન ચેકિંગ દરમિયાન ગાંજાના જથ્થાને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે અને વધુમાં એવું પણ જણાવ્યુ છે કેઆરોપી રાજુભાઈ રતનભાઈ શર્મા અગાઉ એક કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયો હતો અને હાલમાં આ આરોપીઓ જાદવની રિક્ષામાં તેની હેરાફેરી કરતાં હતા અને ત્રણેય શખ્સો ભાગીદારીમાં ગાંજાના જથ્થાનું વેચાણ કરતા હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

મોરબી જિલ્લાના જુદાજુદા માર્ગો ઉપર પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવીને ત્યાંથી પસાર થતાં વાહનો ચેક કરીને નશીલા પદાર્થનું વેચાણ રોકવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે દરમ્યાન હાલમાં મોરબીથી ચોટીલા તરફ જવાના રસ્તા ઉપર આવતાં મેસરીયા ચેકપોસ્ટ પાસેથી એસઓજી તેમજ વાંકાનેર તાલુકા પોલીસની ટીમને ગાંજાનો જથ્થો પકડવામાં સફળતા મળી છે અને આજે આ ત્રણેય આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગામી દિવસોમાં આરોપીઓ સુરતમાં કયા શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો મળ્યો હતો અને ગાંજાનું કોને વેચાણ મોરબી જિલ્લાના કયા વિસ્તારમાં અને કઈ રીતે કરવાનું હતું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે






Latest News