મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેર નજીકથી ૪ કિલો ગાંજા સાથે ઝડપાયેલા ત્રણ આરોપીના ૧૦ મી સુધી રિમાન્ડ મંજૂર


SHARE







વાંકાનેર નજીકથી ૪ કિલો ગાંજા સાથે ઝડપાયેલા ત્રણ આરોપીના ૧૦ મી સુધી રિમાન્ડ મંજૂર

મોરબી જીલ્લાના વાંકાનેર ચોટીલા હાઈવે ઉપર આવેલ મેસરીયા ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમ્યાન રિક્ષાને રોકીને પોલીસે ચેક કરી હતી જે રિક્ષામાંથી ૪ કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ગાંજોરીક્ષા અને બે મોબાઈલ મળીને ૧,૧૮,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સો સુરતથી ગાંજનો જથ્થો લઈને આવ્યા હોવાનું સામે આવ્યું હતું જે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે આરોપીના તા ૧૦ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીથી ચોટીલા તરફ જવાના રસ્તા ઉપર આવતાં મેસરીયા ગામ પાસે મેસરિયા ચેકપોસ્ટ નજીક મોરબી જિલ્લા એસઓજી તેમજ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થતી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૬૪૧૭ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે આ રીક્ષામાંથી ચાર કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસ રીક્ષામાં બેઠેલ જાદવ ઉર્ફે ભીમાભાઇ રામભાઈ મુંધવા (૨૦) રહે. અમરનાથ સોસાયટી મિતુલભાઈ પટેલના દવાખાનાની સામેરાજુભાઈ રતનભાઈ શર્મા જાતે પંડિત (૩૬ રહે. લાલપર ગામે જીતુભાઈ પટેલના મકાનમાં મૂળ રહે. નાગદા જકશન જૂની કોટા ફાટક રામ મંદિર સામે એમપી તેમજ બળદેવભાઈ વિરમભાઈ ગમારા (૩૦) રહે. હાલ આરોગ્યનગર કૈણાભાઈના મકાનમાં મૂળ રહે. રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ હતી અને આ ગાંજાનો જથ્થો રાજુભાઈ રતનભાઈ શર્મા અને બળદેવ વિરમભાઈ ગમારા ગાંજાનો સુરતથી લઇને આવ્યા હતા અને ચોટીલાથી જાદવ ઉર્ફે ભીમાભાઇ રિક્ષામાં ગાંજાનો જથ્થા રાખીને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે વાહન ચેકિંગ દરમિયાન ગાંજાના જથ્થા સાથે ત્રણેય આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ હતા આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના તા ૧૦ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News