મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં રાજકોટના વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી


SHARE





હળવદમાં રાજકોટના વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી

રાજકોટના વેપારીએ હળવદમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે પોતાની કાર પાર્ક કરીને મૂકી હતી જે કારનો કાચ તોડીને ગણતરીની મિનિટોમાં તસ્કર દ્વારા રોકડા રૂપિયા 1,10,000 ભરેલ પર્સની ચોરી કરવામાં આવેલ છે જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થયેલ હોય તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા આવી છે

રાજકોટના રહેવાસી ભરતસિંહ ચૌહાણ જંતુનાશક દવાનો વેપારી કરે છે જેથી તેઓ અવારનવાર દવાના ઓર્ડર લેવા માટે થઈને હળવદમાં આવતા હોય છે તેવી જ રીતે ગુરુવારે તેઓએ સવારે 11:30 વાગ્યે હળવદમાં આવ્યા હતા અને તેઓ દવાના વેપારીઓ પાસે ઓર્ડર લેવા માટે થઈને તેઓ ગયા હતા ત્યારે તેઓએ કારને ભરતસિંહ ચૌહાણે ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે પાર્ક કરી હતી અને વેપારીની દુકાનમાં તેઓ બેઠા હતા દરમિયાન ગણતરીની મિનિટોમાં તસ્કરે તેની કારનો ડ્રાઈવરની ખાલી સાઇડનો કાચ તોડી નાખ્યો હતો અને ત્યારબાદ કામ શિટની નીચેના ભાગમાં રોકડા રૂપિયા ભરેલ પર્સ મૂક્યું હતું તેની ચોરી કરવામાં આવી છે આ બાબતે ભરતસિંહ ચૌહાણએ જણાવ્યુ હતું કે, તેઓની કારમાંથી રોકડા 1.10 લાખ રૂપિયા ભરેલા પર્સની ચોરી કરવામાં આવેલ છે. જો કે, આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ બનાવની ભોગ બનેલા વેપારી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે અને વેપારીની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.




Latest News