મોરબી જીલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર રવાપર ખાતે એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું
SHARE
મોરબી જીલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર રવાપર ખાતે એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું
મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાજપર હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર-રવાપર ખાતે 'વર્લ્ડ AMR અવેરનેસ વીક ૨૦૨૬' અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. "One Health One Action: Prevent AMR Now" ની થીમ હેઠળ એન્ટી માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) અંગે જાગૃતિ ફેલાવવા અને એન્ટિબાયોટિક દવાઓના યોગ્ય ઉપયોગનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના હેતુથી આ અભિયાન હાથ ધરાયું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા અને મેડિકલ ઓફિસર ડો.ધાર્મિ રાંકજા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આયુષ્માન આરોગ્ય મંદિર - રવાપર ખાતે આયુષ મેડિકલ ઓફિસર ડો. રાધિકા તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રજ્ઞનેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત ગ્રામજનોને ચેપ નિવારણ અને નિયંત્રણ તેમજ ડોક્ટરની સલાહ વિના દવાઓના વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે તાલુકા શાળા રવાપર ખાતે વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને એન્ટિબાયોટિક્સનો સમજપૂર્વક ઉપયોગ કરીને ભવિષ્યની પેઢી માટે દવાઓની અસરકારકતા જાળવી રાખવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.