મોરબીમાં દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા સમુહલગ્નનું આયોજન
મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણવિદ્ ભરત ગાજીપરાની હાજરીમાં એમ્પાઉરીંગ ધ એજ્યુકેટર્સ સેમિનાર યોજાયો
SHARE
મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણવિદ્ ભરત ગાજીપરાની હાજરીમાં એમ્પાઉરીંગ ધ એજ્યુકેટર્સ સેમિનાર યોજાયો
રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ અને પ્રખર કેળવણીકાર ભરત ગાજીપરાની હાજરીમાં મોરબીમાં આવેલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 'એમ્પાઉરીંગ ધ એજ્યુકેટર્સ' નામનો વિશેષ શિક્ષક તાલીમ અને સશક્તિકરણ સેમિનાર યોજ્યો હતો.
ભરત ગાજીપરા રાજકોટ સર્વોદય એજ્યુકેશન નેટવર્કના ફાઉન્ડિંગ ચેરમેન તેમજ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ એસો.ના અધ્યક્ષ તરીકે શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. શિક્ષણ ઉપરાંત વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ તેઓ સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ એક પ્રખર શિક્ષણવિદ્ હોવાની સાથે આધુનિક વિચારધારા, ભવિષ્યલક્ષી દૃષ્ટિકોણ અને શિક્ષકોને નવી દિશા આપવાની વિશેષ ક્ષમતા ધરાવતા અનુભવી માર્ગદર્શક અને તાલીમકાર છે.
આ સેમિનારમાં શિક્ષણની બદલાતી દિશા, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ, શિક્ષકોની વિકસતી ભૂમિકા, નવીન અભિગમો અને ભવિષ્યના પડકારો અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષક માત્ર વિષયનું જ્ઞાન આપનાર નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને જીવનલક્ષી કૌશલ્યોનું નિર્માણ કરનાર શિલ્પી બને તેવા અભિગમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
શિક્ષકનું કામ માત્ર ભણાવવાનું નથી, પરંતુ આવતીકાલનું ભવિષ્ય ઘડવાનું છે ! આ પ્રસંગે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની ટ્રસ્ટી ટીમ દ્વારા ભરત ગાજીપરાને સ્મૃતિચિહ્ન સ્વરૂપે થેન્કયુ ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. અને વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની માન્યતા છે કે શાળાની સાચી પ્રગતિ માત્ર વિદ્યાર્થીઓનાં પરિણામોમાં નહીં, પરંતુ શિક્ષકોના જ્ઞાન, કૌશલ્ય અને સતત વિકાસમાં પણ પ્રતિબિંબિત થાય છે. આ જ વિચારધારાને અનુરૂપ શાળા શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોના સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છે.