મોરબીમાં દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા સમુહલગ્નનું આયોજન
SHARE
મોરબીમાં દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા સમુહલગ્નનું આયોજન
મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિના પ્રવિણભારતી ચંન્દ્રકાંતભારતી ગોસ્વામી અને તેની ટીમ દ્વારા છેલ્લા ૧૫ વર્ષેથી માત્ર દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી સફળ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે દરમ્યાન વર્ષે ૨૦૨૭ માં ૧૬ માં સમુહલગ્નોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને આ સમુહલગ્નમાં દશનામ ગોસ્વામી સમાજના કોઈપણ વ્યક્તિએ રોકડ રૂપિયા આપવામાં માટે આયોજક ટીમના સભ્યોના મોબાઈલ નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે
મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા ૧૬ માં સમુહ લગ્ન તા. ૧૨/૨/૨૦૨૭ ને શુક્રવારના રોજ યોજાશે. આ સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છતા દશનામ સમાજના યુવક યુવતીઓના વાલીઓએ તા. ૩૧/૧૨/૨૦૨૬ સુધી સંસ્થાનો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ સમુહલગ્નમાં માતા પિતા વગરની, માતા કે પિતા ન હોય તેવી તેમજ ગરીબ પરિવારની દિકરીઓને અગ્રતા આપવામાં આવશે. આ સમુહલગ્નમાં રોકડ રકમનું દાન આપવા માટે પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી (૯૪૨૮૨ ૬૭૮૩૨), જયદીપપુરી મનસુખપુરી ગોસ્વામી (૯૪૨૮૨ ૧૦૨૩૪), પ્રવિણગીરી વસંતગીરી ગોસ્વામી (૯૯૦૯૨ ૧૮૮૦૦), રાજેશપુરી બટુકપુરી ગોસ્વામી (૯૮૭૯૪ ૩૨૦૦૧) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.