147 કરોડનો પ્રોજેક્ટ-ગોવા પ્રવાસ રદમાં દાળમાં કાળું કે પછી હળવદ વાળી ?: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ
SHARE
147 કરોડનો પ્રોજેક્ટ-ગોવા પ્રવાસ રદમાં દાળમાં કાળું કે પછી હળવદ વાળી ?: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ
મોરબી મહાનગરપાલિકાના સભ્યોનો CBG પ્લાન્ટ નિહાળવા માટેનો ગોવા જવાના હતા જો કે, આ પ્રવાસ છેલ્લી ઘડીએ રદ થયો છે અને કારણ એવું જણાવ્યુ છે કે, એજન્સીના ખર્ચે પ્રવાસ કરવાના મુદ્દે સભ્યોમાં મતભેદ થવાની શક્યતા હતી. જેથી પ્રવાસને રદ કરાયો છે ત્યારે આ 147 કરોડનો પ્રોજેક્ટ અને ગોવા પ્રવાસ રદ બંનેમાં દાળમાં કાળું છે કે પછી હળવદ વાળી છે તેવો સવાલ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખના પ્રમુખે ઉઠાવ્યો છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, મોરબીમાં 147 કરોડ જેટલી મોટી રકમના પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી મેળવવા માટે ખરેખર સ્વખર્ચે જવાનું આયોજન હતું ? કે પછી હળવદની જેમ અહીં પણ કમિશન અને ખર્ચની કોઈ ગોઠવણ ફાઇનલ ન થતાં પ્રવાસ અટકી ગયો છે કે પછી શું કોઈ ભાજપનાં મોટા નેતાએ ના પાડી ? તેવા સવાલો હાલમાં ઉઠી રહ્યા છે. જો પ્રોજેક્ટ જનતાના પૈસાથી થવાનો હોય તો તેની પારદર્શક માહિતી મેળવવીએ સભ્યોની જવાબદારી છે. અને પ્રવાસ કોના ખર્ચે થવાનો હતો એના કરતાં પણ વધુ મહત્ત્વનો સવાલ એ છે કે, 147 કરોડના આ પ્રોજેક્ટમાં જનતાને શું મળશે અને ખર્ચની સંપૂર્ણ વિગતો શું છે ? જો કે હાલમાં ઉઠી રહેલા સવાલોના જવાબો સામે આવશે કે પછી હળવદની જેમ ફુગ્ગો ફૂટે ત્યાં સુધી રાહ જોવાની રહેશે તે તો આગામી સમય જ બતાવશે.