વાંકાનેરની મોર્ડન સ્કૂલ ખાતે સાંસદની હાજરીમાં યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો
મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ
SHARE
મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ
મોરબીની વાવડી ચોકડી પાસે અને સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માત બનાવો બન્યા હતા. જેમાં ઘવાયેલા બે યુવાનોને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જેમાં વાવડી ચોકડીની પાસે થયેલા અકસ્માતમાં ઈજા પામેલા શાંતીલાલ રણછોડભાઈ કંઝારીયા (45) રહે. 3-ભકિતનગર સોસાયટી, સત્યમ પાનવાળી શેરી શનાળા રોડને સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો.
જયારે અકસ્માતનો બીજો બનાવ મહેન્દ્રનગર ચોકડીએ બન્યો હતો. જેમાં મહેન્દ્રનગર ગામે રહેતો રાજેશભાઈ ચંદુભાઈ જગોદરા (35) નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે પાછળથી અન્ય બાઈકના ચાલકે ટકકર મારતા પડી જવાથી ઈજાગ્રસ્ત થયેલા રાજેશ જગોદરાને સીવીલ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
દવા પીધી
હળવદના નવા ઘનશ્યામગઢ ગામે ઈશ્ર્વર લીંબાભાઈ કવાડીયાની વાડીએ રહી મજુરીકામ કરતા પરીવારની રીનાબેન જમસીંગ રાવત નામની 24 વર્ષીય પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી. જયારે વાંકાનેરના ઢુવા ગામ પાસેના ઓવરબ્રીજ ઉતરતા સર્જાયેલ વાહન અકસ્માત બનાવમાં ઈજા પામેલા હરેશભાઈ દિનેશભાઈ પાડલીયા (22) રહે. મહેન્દ્રનગરને અત્રેની સિવિલે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
ટંકારાના જીવાપરથી વાંકાનેર અરણીટીંબા ગામની વચ્ચેથી બાઈક લઈને જતા સમયે કોઈ કારણોસર બાઈક સહિત કેનાલમાં પડી જતા ઈજાગ્રસ્ત થયેલા છગનભાઈ કાનાભાઈ ગોરીયા (40) રહે. લીલાપરને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ વાંકાનેરના તીથવા ગામે રહેતા અફશાનાબેન જાવિદભાઈ શાહમદાર (30)ને ત્યાં આઠેક લોકોએ ધોકા વડે માર મારતા સારવાર અર્થે મોરબી લાવવામાં આવ્યા હતા.
રાજકોટ ખસેડાયો
વાંકાનેર હાઈવે ઉપરના જાંબુડીયા ગામે પાવર હાઉસ પાસે રહેતા અસ્લમભાઈ લાલબહાદુર અલી નામના 45 વર્ષના યુવાનને સરતાનપર ચોકડી પાસે બાઈક હડફેટે ઈજા થતા મોરબી સિવિલેથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો છે. બનાવની જાણ થતા તાલુકા પોલીસના બળદેવભાઈ દેત્રોજાએ તપાસ હાથ
ધરેલ છે.
જયારે માળીયા (મીં) તાલુકાના ઘાંટીલા ગામે રાજુભાઈની વાડીએ રહીને મજુરીકામ કરતા પરીવારની રમીલા લાલાભાઈ તડવી નામની 11 વર્ષની દીકરી અગમ્ય કારણોસર દવા પી ગઈ હોય જેતપર પીએચસી બાદ વધુ સારવાર અર્થે અહીંની સરકારી હોસ્પીટલે લાવવામાં આવી હતી, તેમજ હળવદ રોડ ઘુંટુ ગામે પ્રાણજીવનભાઈ પટેલની વાડીએ રહી મજુરી કરતા બિલુભાઈ દિવાલભાઈ ભીલ (22) નામના યુવાનને સાપ કરડી જતા સારવાર માટે સિવિલે લવાયો હતો.