વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર પાસે આઠ બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ 


SHARE







વાંકાનેરના વરડુસર પાસે આઠ બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ 

વાંકાનેર તાલુકાના વરડુસર ગામ્ બસસ્ટોપની પાસેથી ત્રીપલ સવારી બાઇક પસાર થતું હતું જેને રોકીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ચેક કરતા ત્રણેય ઇસમોની પાસેથી ૮ બોટલ  વિદેશી દારૂ મળી આવ્યો હતો માટે પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો દારૂ અને ૨૫ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને રૂા.૨૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં ત્રણ શખ્સોની ધરપકડ કરે છે અને ચુંપણી ગાનના ઇસમનું નામ ખિલતા તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના વરડુસર ગામના બસસ્ટોપની પાસેથી પસાર થઈ રહેલા બાઇક નંબર જીજે ૩૬ એમ ૯૦૩૪ ને રોકીને પોલીસે ચેક કરતાં તે બાઇક પર જઇ રહેલા ત્રણ શખ્સો પાસેથી વિદેશી દારૂની આઠ બોટલ મળી આવી હતી જેથી કરીને ત્રણ હજાર રૂપિયાની કિંમતનો દારૂ અને ૨૫ હજાર રૂપિયાની કિંમતનું બૈઇક મળીને કુલ રૂા.૨૮ હજારના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે સતિષભાઈ વિઠ્ઠલભાઈ કગથરા કોળી (૨૫) રહે.અદેપર તા.વાંકાનેર, લાલજીભાઈ ભરતભાઈ વરાણીયા કોળી (૨૦) રહે.અદેપર તા.મોરબી અને રવિન્દ્રભાઈ રમેશભાઈ સેટાણીયા કોળી (૨૫) રહે.વરડુસર તા.વાંકાનેરની ધરપકડ કરેલ છે અને તેઓની પાસેથી હરેશ સોમાભાઈ ઉઘરેજા રહે.ચૂંપણી તાલુકો હળવદ વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


મારામારીમાં ઇજા

મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ કલર ટાઇલ્સ સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતા લખનભાઈ ચુનીલાલ સૂર્યવંશી નામનો ૨૮ વર્ષીય યુવાન મોરબીના ઘૂંટુ રોડ ઉપર વિકાસ સિરામિક નજીક હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં સિવિલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા વિનોદ ખોડાભાઈ દેલવાડીયા નામના ૪૫ વર્ષીય યુવાનને ત્રાજપર ચોકડી પાસે તેના મિત્ર દીપક ગોવિંદભાઇ કુંવરીયા રહે.ત્રાજપર વાળાએ માર માર્યો હતો.ઉછીના આપેલા પૈસા પરત માંગવાથી બોલાચાલી કરીને દિપકે ધક્કો મારતા વિનોદભાઈને ઇજાઓ થતાં સારવારમાં લવાયો હતો.




Latest News