મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

કોલસાનો કકળાટ: મોરબીના નળિયા ઉદ્યોગને કોલસો ન મળતા અનેક કારખાનાના બંધ, લોકોની રોજગારી છીનવાઇ


SHARE













કોલસાનો કકળાટ: મોરબીના નળિયા ઉદ્યોગને કોલસો ન મળતા અનેક કારખાનાના બંધ, લોકોની રોજગારી છીનવાઇ

મોરબીના નળિયા ઉદ્યોગનો તોક્તે વાવાઝોડા પછી દરિયાપટ્ટીના ગામડા માટે આશીર્વાદ સમાન સાબિત થયો હતો પરંતુ હાલમાં આ ઉદ્યોગને ધમધમતો કરવા માટે કોલસાની જરૂર છે પરંતુ આ વર્ષે જીએમડીસી દ્વારા મોરબીના નળિયા ઉદ્યોગને પૂરતા પ્રમાણમા કોલસો આપવામાં આવેલ નથી અને જે કોલસો અગાઉ ૩૦૦૦ માં મળતો હતો તેના આજની તારીખે ૫૬૦૦ આપવા છતાં પણ કોલસો મળતો નથી જેથી કરીને મોરબીનો નળિયા ઉદ્યોગ મરણ પથારીએ આવી ગયો છે અને પૂરતા પ્રમાણમા આ ઉદ્યોગની કોલસો આપવામાં ન આવતા આ વર્ષે આખી સિઝન ફેઇલ ગયેલ છે

ચોમાસા પહેલા ગુજરાતમાં આવેલા તોક્તે વાવાઝોડાના લીધે ગુજરાતનાં ઘણા જિલ્લાઓ લોકો બેઘર બન્યા હતા ત્યારે મોરબીમાં આવેલા નાળિયાના કારખાનામાથી તાત્કાલિક નળિયા લઈને સરકારે ભાવનગર, જુનાગઢ, ગિરા સોમનાથ, અમરેલી અને રાજુલા વિસ્તારમાં તે મોકલાવ્યા હતા જો કે, હાલમાં મોરબીના નાળિયા ઉદ્યોગમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો લિગ્નાઈટ કોલસો જીએમડીસીમાથી પૂરતા પ્રમાણમા આપવામાં આવતો નથી જેથી કરીને મોરબીના નાળિયાના તમામ કારખાના આજની તારીખે પણ બંધ છે અત્રે ઉલેખનીય છે કે, ચોમાસાના ચાર મહિના આ ઉદ્યોગ બંધ રહે  છે અને સપ્ટેમ્બર મહિનાથી ઉદ્યોગ ૮ મહિના માટે ચાલુ કરવામાં આવે છે જો કે સરકાર દ્વારા લિગ્નાઈટ કોલસાના ભાવમાં વધારો કરવાં આવેલ છે જેથી કરીને અગાઉ ૩૦૦૦ માં મળતો કોલસો આજની તારીખે ૫૬૦૦ આપવા છતાં પણ મળતો નથી તેવું ઈન્ડિયા ટાઇલ્સ વાળા હેમલભાઈ શાહએ જણાવ્યુ છે

મોરબીની આસપાસમાં વર્ષ ૧૯૫૧ માં નળીયા ઉધોગનો પાયો નંખાયો હતો. તે સમયે નળીયા ઉધોગના મોરબીમાં માત્ર બે યુનિટો હતા અને ધીમેધીમે કરતાં મોરબીની આસપાસમાં જે તે સમયે ૩૦૦ થી વધુ નાળિયાના કારખાના કાર્યરત કરવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા ત્રણેક દાયકથી પાકા છત વાળા મકાનનો ક્રેઝ વધ્યો છે જેથી નાળિયાની ડિમાન્ડ ઘટી ગઈ હતી માટે હાલમાં ૧૦ ટકા જેટલા જ એટલે કે ૩૦ જેટલા જ નાળિયાના કારખાના મોરબીની આસપાસમાં ચાલી રહ્યા છે જો કે, વર્ષ ૨૦૨૧-૨૨ મોરબીના નાળિયા ઉદ્યોગ માટે અતિ ખરાબ સાબિત થયેલ છે કેમ કે, ચોમાસા પછી આ ઉદ્યોગને કોલસાનો જથ્થો આપવામાં આવ્યો જ નથી જેથી મોરબીની આસપાસમાં આવેલા ૩૦ જેટલા નળિયાના કારખાનાની આખી સિઝન ફેઇલ ગયેલા છે અને તેના કારણે સીધી કે આડકતરી રીતે નળિયાના ઉદ્યોગમાં રોજગારી મેળવતા અસંખ્ય લોકોની રોજગારી પણ છીનવાઇ ગયેલ છે

અગાઉ કોલસાની કટોકટીના લીધે મોટાભાગના કોલસા આધારિત ઉદ્યોગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જો કે, મોરબીના નળિયા ઉદ્યોગની વાત કરીએ તો ટેકનોલોજી અને આધુનિક યુગમાં પણ નાળિયાના ઉત્પાદન માટે કોલસા સિવાય બીજા કોઈપણ ફ્યુઅલનો ઉપયોગ કરી શકાય તેમ નથી અને જો જીએમડીસીમાથી આ ઉદ્યોગને પૂરતા પ્રમાણમા કોલસો આપવામાં ન આવે તો ઇંડોનેશિયા કૉલનો ઉપયોગ કરીને આ ઉદ્યોગને ટકાવી શકાય તેમ નથી કારણ કે, તે કોલસનો ઉપયોગ કરવામાં આવે તો નળિયાની પડતર કિંમત ઊંચી આવે છે અને નળિયા માત્ર બે થી પાંચ રૂપિયાના નંગના ભાવથી જ બજારમાં લેવામાં આવે છે તેથી વધુ ભાવ મળતો નથી ત્યારે મોરબીની ઓળખ સમાન આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે સરકારી કોલસો બને તેટલો ઝડપી અને સસ્તા ભાવે મોરબીના નળિયા ઉદ્યોગને આપવામાં આવે તેવી અહીના ઉદ્યોગકારોની માંગ છે

મોરબીમાં નળીયા ઉદ્યોગની અનેક વખત અનેક ચડતી પડતી આવી છે અને તેમ છતાં પણ આ ઉદ્યોગ ગત ચોમાસા પહેલા સુધી ચાલુ હતો જો કે, ચોમાસા પહેલા આ ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા બાદ સરકારી કોલસાના અભાવે હાલમાં ઘણા કારખાનામાં કામ બંધ છે મોરબીની આસપાસમાં માત્ર ૩૦ જેટલા જ નાળિયાના કારખાના ચાલુ છે અને તેને પણ હાલમાં કોલસો મળી રહ્યો નથી આવા સમયે છેલ્લા ઘણા મહિનાથી નાળિયાના કારખાના બંધ છે ત્યારે અહીના ઉદ્યોગકારો દ્વારા અગાઉ જીએમડીસીના અધિકારીઓને તેમજ મોરબી માળીયાના ધારાસભ્ય અને ગુજરાતનાં પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને રજૂઆત કરવામાં આવી છે તો પણ નળિયા ઉદ્યોગ માટે કોલસો જીએમડીસીમાથી પૂરતા પ્રમાણમા મળશે તે હલમ કહેવું નિશ્ચિત નથી






Latest News