મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરના જેપુર પાસે વાડીની કુંડીમાંથી ૯૬ બિયરના ટીન મળ્યા, આરોપીની શોધખોળ


SHARE







વાંકાનેરના જેપુર પાસે વાડીની કુંડીમાંથી ૯૬ બિયરના ટીન મળ્યા, આરોપીની શોધખોળ

વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ વાડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરી હતી અને વાડીએ મૂકવામાં આવેલ સિમેન્ટની કુંડીમાં ચેક કરતાં ત્યાંથી ૯૬ બીયરના ટીન મળી આવ્યા હતા માટે પોલીસે ૯૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાડીનો માલિક હાજર ન હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ અનિલભાઈ ઉર્ફે અરવિંદભાઈ જેસાભાઈ બારીયા રહે. રૂપાવટી વાળાની વાડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી વાંકાનેર તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરી હતી ત્યારે અનિલ જેસાભાઈ બારીયાની વાડીમાં મુકવામાં આવેલ સિમેન્ટની કુંડળીમાંથી બીયરના ૯૬ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૯૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે અનિલ ત્યાં હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News