મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે રોંગ સાઇડમાં આવેલા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા


SHARE







વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે રોંગ સાઇડમાં આવેલા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા

વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ વઘાસીયા ટોલનાકા પાસે રોડ સાઈડમાં આવેલા ટ્રકચાલકે બાઈકને અડફેટે લીધું હતું જેથી એક વ્યક્તિને ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા ધીરુભાઈ લવજીભાઈ સરવારીયા જાતે કોળી (ઉંમર ૪૮) પોતાનું બાઇક નંબર જીજે ૩ ડીબી ૭૭૨૬ લઈને વાંકાનેર મોરબી હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાથી આગળના ભાગમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રક નંબર જીજે ૩ બીડબલ્યુ ૨૯૧૯ ના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને ધીરુભાઈને ડાબા પગમાં તેમ ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હતી અને ખભાના ભાગે તેમજ શરીરમાં નાના મોટી ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ધીરુભાઈએ હાલમાં ટ્રકચાલકની સામે વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News