મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી દારૂની ચાર બોટલ સાથે બે શખ્સ ઝડપાયા


SHARE







વાંકાનેરમાંથી દારૂની ચાર બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઈંગ્લીશ દારૂની ખેપ મારવા માટે નીકળેલા બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી દારૂની ચાર બોટલ કબજે કરીને તેની પાસે દારૂની બોટલો કયાથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં પોલીસ નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે વાહન ચેકિંગમાં  મોટર સાયકલ રોકીને ચેક કર્યું હતું ત્યારે બાઇક ઉપર જતાં બે શખ્સોની પાસેથી પોલીસે દારૂની ચાર બોટલોને કબ્જે કરી હતી અને ૧૫૦૦ રૂપિયાનો દારૂ તેમજ મોટર સાયકલ નંબર જીજે ૩ એજી ૬૯૮૩ જેની કિંમત ૨૦૦૦૦ આમ કુલ મળીને ૨૧,૫૦૦ ના મુદામાલ સાથે હાલમાં બાઈક ચાલક વિપુલભાઈ ધૂળાભાઈ ડાભી (૨૬) અને દેવશીભાઈ રૂપાભાઈ ડાભી (૧૯) રહે. બંને લાખામાસી તાલુકો થાન વાળાને પકડીને તેની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને તેની પાસે દારૂની બોટલો કયાથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે.

 

મહિલા-યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલી શક્તિ સોસાયટીમાં રહેતા દક્ષાબેન ચંદુભાઈ બાવળીયા જાતે કોળી નામની અઢાર વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા દક્ષાબેનને સારવાર માટે અત્રેની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે પંચમહાલના સદનપુર ગામે રહેતો જશવંત માનાભાઈ પગી નામનો ૪૪ વર્ષીય યુવાન બાઇક લઇને મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ નજીકથી જતો હતો ત્યારે ત્યાં ધ્રુવ હોસ્પિટલ નજીક તેનું બાઇક સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત જશવંતભાઈ પગીને સારવાર માટે ખસેડાયો હતો.

મહિલા સારવારમાં

હળવદમાં રહેતા  ઇશાબેન કિર્તીભાઈ રામાનુજ નામની ૩૦ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી બનાવને પગલે જાણ થવાથી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને બનાવ હળવદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનો હોય હળવદ પોલીસને બનાવ સંદર્ભે જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.






Latest News