“પદ્મ એવોર્ડ” માટે રાજ્ય જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રને અરજી કરી શકાશે
મોરબીના બીલીયામાં શાળાના બાળકોને પેન, બુક, પેન્સિલ આપવામાં આવી
SHARE
મોરબીના બીલીયામાં શાળાના બાળકોને પેન, બુક, પેન્સિલ આપવામાં આવી
મોરબી તાલુકાનાં બીલીયા ગામે શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સ્વ.ભગવતીબેન પ્રહલાદભાઈ ગામીની પુણ્યતિથિએ પુનીતભાઈ પ્રહલાદભાઈ ગામી તરફથી ફુલ સ્કેપ બુક, સ્કેલ, રબ્બર, પેન્સિલમ પેન દરેક બાળકને આપવામાં આવી હતી તેથી શાળા પરિવાર, ગ્રામજનો તથા આચાર્ય કિરણભાઈ કાચરોલા તરફથી તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જયારે ગુણોત્સવ 2.0 નું શાળા ગ્રેડેશન જાહેર થતા શ્રી શુક્રમણી પ્રાથમિક શાળા જસાપરને એ** ગ્રેડ મેળવી સમગ્ર માળીયા તાલુકા અને જસાપર ગામનું નામ રોશન કર્યું છે. જે બદલ આચાર્ય અશ્વિનભાઈ આહીર સમગ્ર શાળા સ્ટાફ અને બાળકોને અભિનંદન પાઠવે છે આગામી દિવસોમાં શાળા ઉતરોતર વધુ પ્રગતિ કરે તેવી શાળા સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો પાસે કામના રાખે છે.