મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૧ કરોડના ખર્ચે બનશે સરકારી આવાસ: તાંત્રિક મંજૂરી અપાઈ 


SHARE

















મોરબીમાં ૩૧ કરોડના ખર્ચે બનશે સરકારી આવાસ: તાંત્રિક મંજૂરી અપાઈ 

મોરબીમાં સરકારી આવાસ બનાવા માટેની કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં રૂપિયા ૩૧ કરોડના ખર્ચે સરકારી આવાસો બાંધવાના કામને તાંત્રિક મંજૂરી આપી દેવામાં આવી છે તેવું મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે
મોરબી માળીયા (મી)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે મોરબી જિલ્લા મથકનું કેન્દ્ર બનતા મોરબી ખાતે જિલ્લા કક્ષાની જુદી જુદી કચેરીઓ કાર્યરત થઈ ગયેલ છે આ જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓમાં કામ કરતાં સરકારી કર્મચારીઓ માટે રહેણાંકના આવાસો પણ ઉપલબ્ધ કરવા જરૂરી જણાતા આ અંગે માર્ગ-મકાન વિભાગ સાથે પરામર્શ હાથ ધરી નવા જિલ્લા સેવા સદનની સામે આવેલ સરકારી જમીનમાં રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નવા સરકારી આવાસો બાંધવાની તાંત્રિક મંજૂરી મળી ગઈ છે અને વહેલી તકે વહીવટી મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી જે તે એજન્સીને કામ પણ સોંપી દેવાશે આમ નવા જિલ્લા સેવા સદન માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ડિસ્ટ્રેટી પોલીસ સુપ્રિટેન્ડેટ, કાર્યપાલક ઈજનેર (માર્ગ-મકાન) અને ડિસ્ટ્રિટ જજના પાંચ બંગલાઓ સહિત વિવિધ કેટેગરીના સરકારી આવાસો બાંધવામાં આવશે.

 




Latest News