મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો


SHARE







વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો

મોરબી જીલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિયામક આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના આયુષ મેડિકલ ઓફિસરોએ પોતાની  સેવાઓ આપી હતી તેમાં વૈદ્ય મિલનકુમાર સોલંકી, વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, વૈદ્ય દિલીપ વિઠ્ઠલપરા, વૈદ્ય અલ્તાફ શેરસિયા, વૈદ્ય વીરેન ઢેઢી, ડો. જે પી ઠાકર, ડો. વિજય નાંદરિયા તેમજ નીલમ બેને આ કેમ્પમાં સેવા આપી હતી અને કેમ્પનો ૨૫૬ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ૧૬૦ દર્દીઓએ આયુર્વેદિક તેમજ ૯૬ દર્દીઓએ હોમિયોપેથી સારવાર લીધી હતી આ ઉપરાંત આયુર્વેદની દુઃખાવા માટેની વિશેષ અગ્નિકર્મ સારવારનો લાભ ૫૩ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં આવનાર દર્દીઓને યોગ માર્ગદર્શન, સ્વસ્થવૃત ચાર્ટ પ્રદર્શન, ઉકાળા વિતરણ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સંશમની વટી અને આર્સેનિક આલ્બમ ૩૦ નું વિતરણ કરવામાં આવ્યું હતુ અને સમગ્ર કેમ્પમાં વાંકાનેર ખાતે આવેલ ઉમેદચંદભાઈ મહેતા પુસ્તકાલયના ટ્રસ્ટીઓનો ખૂબ સહકાર મળ્યો હતો






Latest News