આગામી તારીખ ૪ થી જુન ના રોજ રાજકોટ ખાતે પેન્શન અદાલત યોજાશે
SHARE
આગામી તારીખ ૪ થી જુન ના રોજ રાજકોટ ખાતે પેન્શન અદાલત યોજાશે
રાજય સરકારના પેન્શનરો માટે નાણા વિભાગના, ગાંધીનગર દ્વારા વિવિધ પાંચ ઝોન ખાતે આગામી તારીખ ૪ જુન-૨૦૨૨ ને શનિવારના રોજ બપોરના ૧૨ કલાકથી સાંજના ૫:૦૦ કલાક સુધી પેન્શન અદાલતનુ આયોજન કરવામા આવનાર છે.આગામી તારીખ ૪થી જુન-૨૦૨૨ ના રોજ યોજાનાર આ પેન્શન અદાલતમાં રાજકોટ ઝોનમાં સમાવિષ્ટ દેવભુમીદ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓ માટે એ.વી.પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટયુટ (કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ સેમીનાર હોલ), હેમુ ગઢવી હોલની સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે યોજાશે.પેન્શરો જે જિલ્લા તિજોરી કચેરી હસ્તક પેન્શન મેળવતા હોય તે જિલ્લા તિજોરી/પેન્શન ચુકવણા કચેરી, પેન્શનર સમાજ પાસેથી તથા https://financedepartment.gujarat.gov.in અને https://dat.gujarat.gov.in ની વેબસાઈટ પરથી અરજીનુ નિયત નમુનાનુ ફોર્મ મેળવી લઈ તેમા જરૂરી વિગતો ભરીને તા.૦૫/૦૫/૨૦૨૨ સુધીમા “હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્લોક નં-૧૭, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર” ને મોકલી આપવાની રહેશે. પેન્શનર https://bit.ly/pension-adalat ની લીંક્મા જઈ ગુગલફોર્મમા પણ વિગતો ભરીને ફોર્મ જમા કરાવી શકાશે તેમ મોરબી જિલ્લા તિજોરી અધિકારી બી.કે.પાઘડાળની અખબારી યાદીમાં જણાવાયું છે.
આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી
તા.૨૫ એપ્રીલ વિશ્વ મેલેરીયા દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન કરાયેલ છે. મચ્છરોથી જ મેલેરિયા ફેલાય છે 'મેલેરિયાને રોકો, ન આપો તેને ફેલાવવાનો મોકો' તે માટે ઘર બેઠાં આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેવા આહવાન કરાયેલ છે.ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં તા.૨૫ એપ્રિલ એટલે કે વિશ્વ મેલેરિયા દિવસ નિનિતે સ્પર્ધા યોજાએલ છે. મચ્છરોથી જ મેલેરિયા ફેલાય છે માટે મેલેરિયાને રોકો, ન આપો તેને ફેલાવવાનો મોકો.આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેવા કેટેગરી મુજબ આપેલ પ્રશ્નોના જવાબનો વિડીયો બનાવી મોકલી આપવાનો રહેશે.સમગ્ર દુનિયા ખતરનાક એવી મેલેરિયા બીમારી, જેને આપણે ગુજરાતીમાં મચ્છર કરડવાથી આવતો ટાઢિયો તાવ કહીએ છીએ, એની સામે જનજાગૃતિ માટે સમગ્ર વિશ્વ દર વર્ષે તા.૨૫ એપ્રિલને વિશ્વ મેલેરિયા-વિરોધી દિવસ તરીકે ઉજવે છે.આ બીમારી કેટલી ખતરનાક છે કે ક્લોરોક્વીન જેવી અમુક અસરકારક દવાઓને કારણે દુનિયાભરમાં મેલેરિયાથી થતા મરણનો આંકડો ૬૦ ટકા જેટલો ઘટાડી શકાયો છે.મેલેરિયા એક પ્રકારના જીવાણુથી થતો રોગ છે.મેલેરિયા માટે પ્લાઝમોડિયમ નામના જીવાણુઓ જવાબદાર છે. માદા ઍનોફિલસ મચ્છર કરડે ત્યારે આ જીવાણુઓ વ્યક્તિના લોહીમાં પ્રવેશે છે.અને મેલેરિયાનાં લક્ષણો દેખાય છે.કેટેગરી મુજબ પ્રશ્નનાં માટે તેમજ જવાબોનો વિડીયો બનાવને એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇ એક નંબર ઉપર જ છેલ્લી તા.૨૫-૪ ના રાતના નવ વાગ્યા પહેલા મોકલી આપવાનો રહેશે.