મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ૨૦ ટકા કાપ પછી પણ પૂરતા પ્રમાણમા નેચરલ ગેસ ન મળતા દેકારો


SHARE

















મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ૨૦ ટકા કાપ પછી પણ પૂરતા પ્રમાણમા નેચરલ ગેસ ન મળતા દેકારો

મોરબીના સિરામિક ઉદ્યોગમાં દૈનિક જેટલા નેચરલ ગેસ ગેસની જરૂરિયાત છે તેટલો ગેસ સપ્લાઈ કરવામાં આવે તો ગેસના ભાવમાં વધારો કરવો પડે તેમ છે જેથી ગેસની સપ્લાઈમાં માર્ચ મહિનાથી ૨૦ ટકા કાપ મૂકવામાં આવ્યો છે જો કે, કાપ મૂકવામાં આવ્યા પછી પણ ઉદ્યોગકારોને પૂરતા પ્રમાણમા ગેસ મળતો નથી જેથી કરીને ઉદ્યોગકારો હેરાન થઈ ગયા છે અને હાલમાં કારખાનેદારો લાલપર ગામ પાસે આવેલ ગુજરાત ગેસ કંપનીએ પહોચ્યા છે અને ગેસની માંગ સાથે દેકારો બોલી ગયો છે

ગત માર્ચ મહિનાથી મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં ગુજરાત ગેસ કંપની દ્વારા દરેક કારખાનામાં જેટલો ગેસ ઉપાડવામાં આવે છે તેમાં ૨૦ ટકા સુધીનો કાપ મુકવામાં આવેલ છે જો કે,  કાપ મૂકવામાં આવ્યા પછી પણ ઉદ્યોગકારોને ગેસની ૧૦૦ ટકા સપ્લાઈ કરવામાં આવતી નથી જેથી ઉદ્યોગકારોને કારખાના ચલાવવા કેવી રીતે તે પ્રશ્ન ઊભો થયો છે જેથી ગુજરાત ગેસ કંપનીની લાલપર ગામ પાસે જે ઓફિસ આવેલ છે ત્યાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો પહોચ્યા છે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ઉદ્યોગકારોએ એપ્રિલ માહિનામાં જેટલો ગેસ વાપર્યો હતો તેટલો જ આગામી મે માહિનામાં આપવામાં આવશે તેવા ઈમેલ ગુજરાત ગેસ કંપની દ્વારા કરી દેવામાં આવ્યા છે જેથી કરીને ઉદ્યોગકારોને મુશ્કેલી વધી ગયેલ છે કેમ કે, કેટલાક કારખાનેદારોએ એપ્રિલ માહિનામાં કારખાનનું બંધ રાખ્યું હોય અથવા તો ઓછો ગેસ વાપર્યો હોય તેને તે મુજબ ગેસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેથી કરીને કારખાન કેમ ચાલુ રાખવા તે પ્રશ્ન ઊભો થયો છે

અત્રે ઉલેખનીય છે કે, કેટલાક કારખાનેદારોએ ચાલુ માહિનામાં તે કારખાના બંધ રાખેલ હતા તેને ગેસનો ઉપયોગ કરેલ નથી તો તેને આગામી માહિનામાં જો કારખાના ચાલુ કરવા હોય તો ગેસ કંપની દ્વારા ગેસ આપવામાં આવશે નથી જેથી કરીને લગભગ ૧૫૦ જેટલા ઉધ્યોગકારો હાલમાં ગુજરાત ગેસની ઓફિસે પહોચ્યા છે અને ગેસ માટે દેકારો બોલી ગયો છે વધુમાં અહીના ઉદ્યોગકારોએ જણાવ્યુ હતું કે, અહી ઓફિસે રજૂઆત કરવા માટે ગમે ત્યારે આગેવાનોને સાથે રાખીને ઉદ્યોગકારો જાય છે તો ગેસ કંપનીની આ ઓફિસેથી ક્યારે પણ સંતોષકારક જવાબ મળતો નથી

જો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ગેસ આપવામાં નહીં આવે તો ચાઈના સહિતના દેશોને સિરામિકના ઉત્પાદનમાં ટક્કર આપતા આ ઉદ્યોગની હાલત આગામી દિવસોમાં વધુ કથળશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી અને જે લોકોએ કારખાના એપ્રિલ માહિનામાં બંધ રાખેલા છે અથવા તો ઓછો ગેસ વાપરેલ છે તેને તેની માંગની સામે ૨૦ ટકા કાપને યથાવત રાખીને ગેસની સપ્લાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News