મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા પીએસઆઈના પરિવારને ૨૫ લાખની સરકારી સહાય ચૂકવાઈ


SHARE











મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા પીએસઆઈના પરિવારને ૨૫ લાખની સરકારી સહાય ચૂકવાઈ

ગુજરાત સરકાર ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવની જોગવાઇ મુજબ પોલીસ દળહોમગાર્ડસીવીલ ડીફેન્સ તથા જેલતંત્રના અધિકારી કે કર્મચારીઓ રાજયમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ -૧૯ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન કોરોનાથી સંક્રમીત થાય અને જો તે કર્મચારી કે અધિકારીના દુઃખદ અવસાન થાય તો તેવા કિસ્સામાં તેઓના આશ્રિત કુંટુંબને ૨૫,૦૦,૦૦૦ ની સહાય આપવાની જોગવાઇ થયેલ છે

 ત્યારે મોરબી જિલ્લામાં રીડર શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ધનસુખભાઇ કાનજીભાઇ ચાવડાને કોરોના થયો હતો અને ગત તા .૧૩/૦૪ ના રોજ તેનું અવસાન થતા ગૃહ વિભાગના ઠરાવ મુજબ આશ્રિત કુંટુંબને સહાયની રકમ ચુકવવા માટે પોલીસ અધિક્ષક મોરબી તરફથી તાત્કાલીક દરખાસ્ત કરવામાં આવેલ હતી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તરફથી સહાય મંજુર કરવા હુકમ થતા પીએસઆઈ સ્વ. દલસુખભાઇ કાનજીભાઇ ચાવડાના દીકરા નીખીલભાઇ ધનસુખભાઇ ચાવડાને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના હસ્તે અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન પુર્વક ૨૫,૦૦,૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો 






Latest News