મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કારખાનામાથી મોબાઇલની ચોરી


SHARE







મોરબીના લાલપર પાસે કારખાનામાથી મોબાઇલની ચોરી

મોરબી નજીકના લાલપર ગામ પાસેથી થોડા દિવસો પહેલા ૧૭ શંકાસ્પદ મોબાઈલ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જે બનાવમાં મોરબીના લાલપર ગામ પાસે આવેલ કારખાનાની અંદર રહેતા યુવાને મોબાઇલ ફોન ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

 બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના લાલપર ગામ પાસે આવેલ શ્રી ગણેશ પેલેટ કારખાનાની અંદર મજૂરની ઓરડીમાં રહેતા અબ્દુલ કાદરી નવીમુહમદ અંસારી (૨૯) એ ચોરીની ફરીયાદ નોંધાવી છે જેમા તેમને જણાવ્યુ છે કેતેઓ અને તેની સાથે અન્ય લોકો મજૂરની ઓરડીમાં સુતા હતા ત્યારે આરોપીએ રાત્રિના સમયે કારખાનામાં આવીને મજૂરની ઓરડીમાં ગેરકાયદે પ્રવેશ કરીને મોબાઇલ ફોનની ચોરી કરી કરીને પાંચ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હોવા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિકાસ બિગનભાઈ પાસવાન અને કૌશલ કુમાર દેવપ્રસાદ કમલેશપ્રસાદ પ્રકાશવાન રહેબંને મૂળ ઉત્તર પ્રદેશ વાળાને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જે બે શખ્સોની સામે મોબાઇલ ફોન ચોરી કર્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બંને શખ્સોને થોડા દિવસો પહેલા એલસીબીની ટીમ દ્વારા લાલપર પાસેથી ૧૭ શંકાસ્પદ મોબાઈલ સાથે ૮૫ હજારનો મુદ્દામાલ કબજે કરીને પકડવામાં આવ્યા હતા ત્યારબાદ આ ચોરીની ફરિયાદ નોંધાય છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News